નવા વર્ષમાં આ 5 દિવસ નોંધી લો, ભૂલેચૂકે ઘરમાં રોટલી ન બનાવતા, જાણો કેમ?

ગણતરીના કલાકોમાં હવે નવું વર્ષ શરૂ થશે. નવા વર્ષમાં 6 દિવસ એવા આવશે કે જ્યારે તમારે રોટલી બનાવવાનું ટાળવું જોઈએ. તે દિવસે ચૂલા પર તવો ચડાવવો એ અશુભ ગણાય છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે. 

નવા વર્ષમાં આ 5 દિવસ નોંધી લો, ભૂલેચૂકે ઘરમાં રોટલી ન બનાવતા, જાણો કેમ?

નવું વર્ષ 2024 બસ હવે શરૂ થવાની તૈયારીમાં છે. નવા વર્ષમાં દરેક પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિ ઈચ્છે છે. ત્યારે આવા કામ બિલકુલ ન કરવા જોઈએ જેનાથી તમારી પ્રગતિમાં વિધ્ન આવે અને તમને ધનહાનિ  થાય. નવા વર્ષમાં એવા કેટલાક દિવસ આવશે કે જ્યારે તમારે રોટલી ઘરમાં ન બનાવવી જોઈએ. તે દિવસે ચૂલા પર રોટલી માટે તવો ચડાવવો એ અશુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્રીના જણાવ્યાં મુજબ હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મી સંલગ્ન વ્રત અને તહેવારોના દિવસે રોટલી બનાવવામાં આવતી નથી. આ સિવાય પિતૃપક્ષમાં શ્રાદ્ધવાળા દિવસે પણ તવો ચડાવવો વર્જિત ગણાય છે. તે દિવસે સૂકું ભોજન બનતું નથી. તવાને ઠંડો રાખવામાં આવે છે. 

1 ઉત્તરાયણ
ઉત્તરાયણ જાન્યુઆરીમાં  સામાન્ય રીતે 14મીએ આવતી હોય છે પરંતુ આ વખતે ઉત્તરાયણ 15મી જાન્યુઆરીએ છે. મકર સંક્રાતિના દિવસે સાત ધાનનો ખીચડો ખવાતો હોય છે. આ દિવસે ચોખા પણ ખાઈ શકાય છે. રોટલી બનાવવી ટાળવું જોઈએ. 

2. નાગ પાંચમ
નાગ પાંચમના દિવસે ઘરમાં રોટલી બનાવવી જોઈએ નહીં. અશુભ ગણાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે નાગ પંચમીના દિવસે તવાને આગ પર મૂકાતો નથી. નાગ પંચમી પર નાગ દેવતાની પૂજા થાય છે અને તવાને નાગનું સ્વરૂપ માનવામાં આવે છે. 

3. શીતળા સાતમ
શીતળા સાતમના દિવસે વાસી કે ઠંડુ ખાવાનો શીતળા માતાને ભોગ લગાવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગતો નથી. ઘરમાં શીતળા માતાને ચડાવવામાં આવેલો પ્રસાદ જ લેવામાં આવે છે. આ કારણે શીતળા સાતમના દિવસે રોટલી બનતી નથી. તાજું ખાવાની મનાઈ હોય છે. 

4. શરદ પૂર્ણિમા
શરદ પૂનમના દિવસે પણ રોટલી બનાવવી જોઈએ નહીં. તે દિવસે ચંદ્રમા અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. માતા લક્ષ્મી સાથે જોડાયેલા તહેવારો પર રોટલી બનાવવી ટાળવી જોઈએ.  

5 દિવાળી
દિવાળીના દિવસે પણ રોટલી બનાવવામાં આવતી નથી. તે દિવસે ચૂલા પર તવો ચડાવવામાં આવતો નથી. ધાર્મિક માન્યતાઓ મુજબ દિવાળી પર વાસણો કાળા રાખવા જોઈએ નહીં. તે અપશુકન ગણાય છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ ઉપરાંત જ્યારે મહાલક્ષ્મીનું વ્રત હોય ત્યારે પણ ઘરમાં રોટલી બનાવવી જોઈએ નહીં. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news