100 વર્ષ જીવવા માંગો છો, વૈજ્ઞાનિકે જણાવ્યું લાંબા આયુષ્યનું રહસ્ય, તમારી દિનચર્યામાં કરો આ ફેરફારો
જો તમે પણ સ્વસ્થ રીતે 100 વર્ષ સુધી જીવવા ઈચ્છો છો તો તમારે આજથી જ તમારા ડેલી રૂટીનમાં કેટલીક ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
Trending Photos
જમે હંમેશા મોટા વડીલોને આશીર્વાદ આપતા સમયે જુગ-જુગ જુવો કહેતા સાંભળ્યા હશે. દરેકની ઈચ્છા લાંબુ જીવવાની હોય છે. પરંતુ આયુષ્યમાં ઘટાડો એ ખરેખર ચિંતાનો વિષય છે. માત્ર ગણતરીના લોકો 100 વર્ષની ઉંમર સુધી જીવી શકે છે. જો તમે પણ 100 વર્ષ સુધી સ્વસ્થ રીતે જીવવા ઈચ્છો છો તો તમારા રૂટીનમાં થોડા પોઝિટિવ ફેરફાર કરવાની જરૂર છે. આ ફેરફાર તમારૂ જીવન સંપૂર્ણ રીતે બદલી નાખશે.
હેલ્ધી-બેલેન્સડ ડાયટ પ્લાન
લાંબી ઉંમર જીવવા માટે તમારે શરૂઆતથી હેલ્ધી અને બેલેન્સડ ડાયટ પ્લાન ફોલો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. નમક અને ખાંડની યોગ્ય માત્રા, દૂધ, ડ્રાઈ ફ્રૂટ્સ, દાળ, સીડ્સ સહિત પોષક તત્વોથી ભરપૂર વસ્તુને તમારા ડાયટનો ભાગ બનાવવી જોઈએ. લાંબુ આયુષ્ય હાંસલ કરવા માટે, તળેલા ખોરાક, જંક ફૂડ અથવા બહારના ખોરાકને સખત રીતે ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દારૂને કહો અલવિદા
તમારી કેટલીક ખરાબ આદતો તમારી ઉંમર ઘટાડે છે. દારૂ પીવો, ધૂમ્રપાન કરવું, તમાકુનું સેવન, આ પ્રકારની આદતો સમય રહેતા ન થોડવામાં આવે તો તમારૂ સ્વાસ્થ્ય અને ઉંમર ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. આ આદતોને કારણે તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની શકો છો.
જરૂરી છે સાઉન્ડ સ્લીપ
લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે દરરોજ 8 કલાકની સાઉન્ડ સ્લીપ લેવી ખુબ જરૂરી છે. ઓછી સ્ટ્રેસ લેવાથી પણ લાંબી ઉંમર સુધી જીવી શકાય છે. લાંબી ઉંમર સુધી જીવવા માટે નાની-મોટી સમસ્યાઓ ઠીક કરવા માટે દવાઓનું સેવન કરવાની આદત પણ સુધારવી પડશે. આ સિવાય 100 વર્ષ સુધી જીવવા માટે યોગ કે પછી કસરત શરૂ કરી ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે