દિવસમાં સુઈ જવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો ઊંઘ સાથે જોડાયેલી ખાસ વાત

દિવસમાં ઊંઘ્યા બાદ આપણે તાજગી અનુભવીએ છીએ, પરંતુ આ કરવું આપણા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ઊંઘ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો જાણવી ખુબ જરૂરી છે.

દિવસમાં સુઈ જવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો ઊંઘ સાથે જોડાયેલી ખાસ વાત

નવી દિલ્હી: ઘણીવાર આપણે કામ કર્યા બાદ થાકી જઈએ છે ત્યારે આપણે બપોરના સમયે થોડો આરામ કરવાનું વિચારીએ છીએ, કેમ કે, તેનાથી તાજગી અનુભવીએ છીએ. દિવસની ઊંઘ દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક હોય છે, પરંતુ તેનાથી નુકસાન પણ થાય છે જેને જાણવું તમારા માટે જરૂરી છે.

દિવસમાં ઊંઘવાથી સ્વાસ્થ્ય પર અસર
દિવસમાં ઊઁઘવાથી તમને થાક અને સુસ્તીમાંથી રાહત મળે છે, પરંતુ કેટલાક લોકોને આ આદત પરેશાન કરી શકે છે. જેના કારણે રાતની નેચરલ સ્લીપ સાઈકલ પર અસર પડી શકે છે અને એવામાં રાત્રે સારી ઊંઘ આવતી નથી.

આળસુ ન બનો
કેટલાક લોકો માટે બપોરની ઊંઘ પોતાને રિફ્રેશ કરવાનો સરળ રસ્તો છે, પરંતુ ઘણા રિસર્ચમાં આ સાબિત થયું છે કે તેનાથી યાદશક્તિ સારી થાય છે પરંતુ સતર્કતાને નુકસાન પહોંચી શકે છે. બપોરમાં એક કલાકથી વધારે ઊંઘ લેવાથી તમારું શરીર આળસુ બને છે.

શું કહે છે આયુર્વેદ?
આયુર્વેદનું માનીએ તો દિવસા સમયે ઊંઘવું યોગ્ય માનવામાં આવતું નથી. આ કરવાથી કફ અને પતિ દોષની વચ્ચે અસંતુલન બને છે. જો કે, જે લોકો સ્વસ્થ છે, તેઓ દિવસમાં ઊંઘ લઈ શકે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં.

આ લોકોએ દિવસમાં સુવુ જોઈએ નહીં
ડાયબિટીઝ અને સ્થૂળતાથી પરેશાન લોકોએ દિવસમાં સુવુ જોઈને નહીં, કેમ કે તેનાથી વજન વધવું, તાવ આવવો, યાદશક્તિ નબળી થવી અને ઇમ્યુનિટી નબળી થવાની સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

દિવસમાં કેટલો ટાઈમ સુવુ જોઇએ?
કેટલીક સ્ટડીઝમાં આ વાતનો ખુલાસો થયો છે કે, બપોરમાં લગભગ 15 થી 20 મિનિટની ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ રૂટીનને ફોલો કરવા માટે અલાર્મ સેટ કરી લો અને ઊંઘતા સમયે પોતાને સ્ટ્રેસ ફ્રી રાખો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news