આજે શેન વોર્નને પણ જાડેજા પર થશે ગર્વ, રોકસ્ટારે 'ગુરૂ'ને આપી સાચી શ્રદ્ધાંજલિ

Ravindra Jadeja 175 vs Sri Lanka: જે 20 વર્ષના યુવક પર શેન વોર્ને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રોકસ્ટાર ગણાવ્યો હતો તેણે આજે પોતાના ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી. જાડેજા કોઈ રોકની જેમ પિચ પર ઉભો રહ્યો તો સ્ટારની જેમ ચમકી પણ ગયો. 
 

આજે શેન વોર્નને પણ જાડેજા પર થશે ગર્વ, રોકસ્ટારે 'ગુરૂ'ને આપી સાચી શ્રદ્ધાંજલિ

મોહાલીઃ વર્ષ 2008ની વાત છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સીઝન શરૂ થઈ હતી. આ વર્ષે ભારતની અન્ડર-19 ટીમે ન્યૂઝીલેન્ડને હરાવી વિશ્વ કપ જીત્યો હતો. યુવા ખેલાડીઓને આઈપીએલમાં ખરીદવામાં આવ્યા. રવિન્દ્ર જાડેજા પર રાજસ્થાન રોયલ્સે દાવ લગાવ્યો, જેની કમાન શેન વોર્ન સંભાળી રહ્યા હતા. હવે આ દુનિયાને અલવિદા કહી ચુકેલા વોર્ને ત્યારે જાડેજાની ટેલેન્ટને ઓળખી લીધી હતી. એટલે જ તે જાડેજાને રોકસ્ટાર કહેતા હતા. 

જે દિવસે શેન વોર્નનું હાર્ટ એટેકને કારણે નિધન થયુ, તે દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ હતી. બીજા દિવસે બંને ટીમના ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરીને મહાન લેગ સ્પિનરને શ્રદ્ધાંજલિ આપી. પરંતુ જાડેજાએ બેટથી પણ પોતાના મેન્ટોરને યાદ કર્યા. આ દમદાર ઓલરાઉન્ડરે પોતાના કરિયરની બીજી સદી પૂરી કરી. 228 બોલમાં જાડેજાએ અણનમ 175 રન બનાવ્યા. આ તેના કરિયરનો બેસ્ટ સ્કોર પણ છે. 

— Rajasthan Royals (@rajasthanroyals) March 5, 2022

જાડેજાને કહેતા હતા રોકસ્ટાર
શેન વોર્નના નિધન પર જાડેજાએ ટ્વીટ કર્યુ હતુ- ખરેખર ચોંકી ગયો છું. અમારી રમતના શાનદાર લીડર. ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદનાઓ. આ ટ્વીટ બાદ જાણીતા કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેને શેન વોર્નની સાથે પોતાની વાતચીત યાદ આવી ગઈ, જે આઈપીએલ દરમિયાન થઈ હતી. હર્ષાએ જાડેજાના ટ્વીટ પર રીટ્વીટ કરતા લખ્યુ- 'તે તને પ્રેમ કરતા હતા જડ્ડુ. ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં 2008નો સમય યાદ છે... તેણે તને ફોન કર્યો અને મને કહ્યુ- આ બાળક એક રોકસ્ટાર છે. અમે ઘણીવાર તારા વિશે વાત કરી. તે તને અને યુસૂફને ખુબ પ્રેમ કરતા હતા.'

— Harsha Bhogle (@bhogleharsha) March 4, 2022

જાડેજાએ બનાવ્યો ટેસ્ટ કરિયરનો બેસ્ટ સ્કોર
સાતમાં નંબરે ઉતરેલી રવિન્દ્ર જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરનો બેસ્ટ સ્કોર બનાવી ફરી સાબિત કર્યુ કે, તે દેશ જ નહીં પરંતુ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. જાડેજાએ 10 ચોગ્ગાની મદદથી પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી પૂરી કરી હતી. આ ફોર્મને જાળવી રાખતા તે બેવડી સદીની નજીક પહોંચ્યો, પરંતુ ભારતનો સ્કોર જ્યારે 574/8 હતો ત્યારે રોહિત શર્માએ ઈનિંગ ડિકલેર કરી. જાડેજા માટે આ ઈનિંગ એટલા માટે પણ મહત્વની છે કારણ કે તે ઈજાને કારણે આ સીઝનમાં ચાર ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) March 5, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news