Summer Special Fashion Funda: ઉનાળામાં માત્ર આટલું કરશો તો આંખોને નહીં લાગે તડકો, Look પણ લાગશે Cool

ઉનાળો આવતા જ સૂર્ય દેવ પ્રકોપ વર્ષાવાનું શરૂ કરી દે છે.ધોમ ધખતા તાપમાં બહાર નકીળવું પડે તો સૌથી વધુ નુકસાન થાય છે આંખોને. જાણો તમારા ચહેરમાં પર ક્યાં સનગ્લાસ સુટ કરશે. અલગ અલગ પ્રકારના ચહેરા માટે અલગ અને પ્રકાશના ચશ્મા બજારમાં ઉપલબ્ધ હોય છે. પણ કયા ચેહરા પર કયા ચશ્મા શૂટ કરશે તે સવાલ હંમેશા લોકોને મુંજવતો રહે છે.

Summer Special Fashion Funda: ઉનાળામાં માત્ર આટલું કરશો તો આંખોને નહીં લાગે તડકો, Look પણ લાગશે Cool

 

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળાના દિવસોમાં બહાર નીકતા સૌ કોઈને આળસ થાય છે.કેમ બહાર આકશામાંથી થતી અંગારવર્ષા સામે ઉભા રહેવું ખુબ મુશ્કેલ બની જાય છે.છતા બહા જાવું પડે તો સનગ્લાસ પ્રાથમિક જરૃરિયાત બની જાય છે. પણ મઝાની વાત એ છે કે લોકો ગરમીથી બચવા ગોગલ્સને ફેશન પણ બનાવી શકે.જેથી ફેશનની ફેશન અને તડકાથી બચાવ પણ મળે. સન ગ્લાસ રક્ષણ તો આપે જ છે તડકાથી.પરંતુ કેવા ચહેરા પર કેવા ગોગલ્સ સારા લાગે તેની મુજવણ શરૂ થઈ જાય છે.કેટલાક ચોક્કસ આકારના ચહેરા પર અમુક પ્રકારના ગોગલ્સ વધુ સારાં લાગે છે.ત્યારે આજે તમને જણાવીશું ચહેરના આકર મુજબ ક્યાં ગોગલ્સ વધુ સુંદર અને સુરક્ષીત હોય છે.

ત્રિકોણકાર 
જો કોઈનો ચહેરો ત્રિકોણાકાર, એટલે કે વિશાળ ભાલ, પહોળા ચીક બોન્સ અને સાંકડી હડપચી જેવો હોય તો તેને કેટ આઈ અને બટરફ્લાય સ્ટાઈલના ગોગલ્સ સરસ દેખાશે. આ ઉપરાંત ત્રિકોણાકાર ચહેરા પર ગોળાકાર સનગ્લાસ પણ શોભશે.જો કે આવા ચહેરાવાળા લોકોએ આકર્ષક ફ્રેમના સલગ્લાસ પહેરવાનું ટાળવું જોઈએ. 

મોટો ગોળ ચહેરો 
ગોળમટોળ ચહેરાવાળા લોકોએ પહોળી દાંડીવાળા મોટા ગોળ ચશ્મા પહેરવા જોઈએ. તેમાંય જો તમે આવા ગોગલ્સમાં કોઈ નોખો તરી આવતો કલર જેમ કે બ્લુ લેશો તો તમારો સમગ્ર લુક બદલાઈ જશે. અને તડકાથી પણ રક્ષણ મળશે. 

નાજુક-નમણો ચહેરો 
હૃદયકારના નાજુક-નમણાં ચહેરા પર મધ્યમ કદના ગોળ ગોગલ્સ એકદમ ખીલી ઉઠે છે.આવો ચહેરો ધરાવતી વ્યક્તિ જો કાંઈક નવું કરવા માગતી હોય તો તે ચિત્તા પ્રિન્ટની ફ્રેમવાળા સનગ્લાસ પહેરી શકે છે.જે ફેશનેબલ તો લાગશે જ સાથે આંખોને રક્ષણ પણ મળશે.

લંબગોળ ચહેરો 
લંબગોળ ચહેરો ધરાવતી વ્યક્તિને એકદમ મોટા સનગ્લાસ પહેરવા જોઈએ.જેનાથી તેનો ચહેરો થોડો ગોળ દેખાય. રેટ્રો સ્ટાઈલના, વાઈડ શેડવાળા, ગ્રેડિઅન્ટ શેપના ચશ્મા આવા ચહેરા પર ખૂબ જચે છે. જોકે તેમણે બહુ ખૂણાવાળા ચશ્મા પસંદ કરવા નહીં.

ચોરસ ચહેરો 
જેના જડબાંનો આકાર થોડો ચોરસ હોય, કપાળ મોટું હોય અને ગાલના હાડકાં પહોળા હોય તેનો ચહેરો ચોરસ આકારનો દેખાય છે. આવા ચહેરા પર ગોળ, ઓવલ, કેટ-આઈ, ઓવલ-આઈ ફ્રેમના સનગ્લાસ આકર્ષક દેખાશે. આવા ચહેરો પહેલેથી જ ખૂણાવાળો હોવાથી કોઈપણ ભૌમિતિક ડિઝાઈન ધરાવતી ફ્રેમના ગોગલ્સ પહેરશે તો તેમનો ચહેરો વધુ ખૂણાવાળો દેખાશે. 

અંડાકાર ચહેરો 
અંડાકાર ચહેરો મોટાભાગે એકદમ નાનો હોય છે. તેથી તેના ઉપર રાઉન્ડ કે સ્ક્વેર બંને પ્રકારના ગોગલ્સ જચશે. જોકે અંડાકાર ચહેરા પર લંબગોળ કે ભૌમિતિક ડિઝાઈન ધરાવતી ફ્રેમના સનગ્લાસ પણ સુટ કરશે.પરંતુ તેનું કદ બહુ મોટું ન હોવું જોઈએ. 

આમ ચહેરાને ધ્યાને રાખી સનગ્લાસની પસંદગી કરવામાં આવે તો ફેશનની સાથે સાથે આંખોને પણ તડકાથી રક્ષણ મળે છે.ચહેરો વધુ આકર્ષ લાગે છે.અને સૂર્ય નાયરણના પ્રકોપથી સનગ્લાસ આંખોને બચાવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news