Mint Benefits: ફુદીનાના પાનનો આ રીતે કરશો ઉપયોગ તો એક રાતમાં મટી જશે ખીલ

Mint Benefits: ફુદીનાના પાનમાં ખાસ પ્રકારનું એસિડ હોય છે જે ત્વચા પરથી ખીલ, ડાઘ, કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ફુદીનાનો ઉપયોગ કરવાથી ત્વચા સોફ્ટ અને સ્મૂધ બને છે. તેનાથી ખીલ પણ તુરંત દૂર થઈ શકે છે. 

Mint Benefits: ફુદીનાના પાનનો આ રીતે કરશો ઉપયોગ તો એક રાતમાં મટી જશે ખીલ

Mint Benefits: ફુદીનાની તાસીર ઠંડી હોય છે. ફુદીનાનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો તેનાથી શરીરને ઠંડક મળે છે. સ્વાસ્થ્યને પણ ફુદીનો ફાયદો કરે છે. તેવી જ રીતે ફુદીનાનો ઉપયોગ તમે સ્કિનને હેલ્ધી રાખવા માટે પણ કરી શકો છો. ફુદીનાના પાનમાં ખાસ પ્રકારનું એસિડ હોય છે જે ત્વચા પરથી ખીલ, ડાઘ, કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ફુદીનાનો ઉપયોગ કરવાથી ત્વચા સોફ્ટ અને સ્મૂધ બને છે. તેનાથી ખીલ પણ તુરંત દૂર થઈ શકે છે. તમે પણ ખીલની સમસ્યાથી પરેશાન છો તો આજે તમને એક રાતમાં જ ખીલને મટાડવાનો અસરકારક ઉપાય જણાવીએ.

ફુદીના નો કરો આ રીતે ઉપયોગ

આ પણ વાંચો:

1. ફુદીનાના પાનને સારી રીતે ધોઈ તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો અને પછી તેને સુકાવા દો. દસ મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો અઠવાડિયામાં બેથી ત્રણ વખત તમે આ ફેસપેક નો ઉપયોગ કરી શકો છો.

2. જો તમારા ચહેરા પર ખીલ વધારે પ્રમાણમાં હોય તો ફુદીનાના પાન અને તુલસીના પાનને બરાબર માત્રામાં લઈને પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ સુધી લગાડો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.

3. ફુદીનાના પાનમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ તમે પેસ્ટ તૈયાર કરી શકો છો. આ પેસ્ટને ગરદન અને ચહેરા પર 20 મિનિટ સુધી લગાડો અને પછી સાદા પાણીથી ચહેરો ક્લીન કરો. ચહેરા પરના ખીલને દૂર કરવા માટેનો આ ખૂબ જ અસરકારક ઉપાય છે.

4. ફુદીનાના પાનમાં પાણી મિક્સ કરી સ્મુધ પેસ્ટ બનાવો. હવે તેમાં એક ચમચી મધ ઉમેરીને આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો. 25 મિનિટ પછી ચહેરો ઠંડા પાણીથી સાફ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news