Beauty Tips: વેલેન્ટાઇન ડે પર દેખાવા માંગો છો સુંદર, તો માત્ર 10 મિનિટ તૈયાર કરો આ ખાસ ફેશિયલ

વેલેન્ટાઇન ડેને હજુ થોડા દિવસ બાકી છે અને ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો પણ કહેવામાં આવે છે. પ્રેમીઓ આખું વર્ષ આ દિવસની રાહ જોતા હોય છે. આ દિવસે લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ સ્થિતિમાં લોકો વેલેન્ટાઇન ડેનું પહેલાથી જ પ્લાનિંગ કરી રાખે છે

Beauty Tips: વેલેન્ટાઇન ડે પર દેખાવા માંગો છો સુંદર, તો માત્ર 10 મિનિટ તૈયાર કરો આ ખાસ ફેશિયલ

Valentine’s Day 2021 Beauty Tips: વેલેન્ટાઇન ડેને હજુ થોડા દિવસ બાકી છે અને ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો પણ કહેવામાં આવે છે. પ્રેમીઓ આખું વર્ષ આ દિવસની રાહ જોતા હોય છે. આ દિવસે લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ સ્થિતિમાં લોકો વેલેન્ટાઇન ડેનું પહેલાથી જ પ્લાનિંગ કરી રાખે છે. છોકરીઓ વિશે વાત કરીએ તો, દરેક છોકરી આ દિવસે સુંદર દેખાવા માંગે છે. આ માટે છોકરીઓ ઘણા દિવસો અગાઉથી તૈયારી કરવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં જો તમે પણ વેલેન્ટાઇન ડે (Valentine’s Day 2021) પર તમારા પાર્ટનર સાથે ડેટ પર જઈ રહ્યા છો, તો પછી સુંદર દેખાવા માટે તમે ગુલાબ જળ ફેશિયલનો ઉપયોગ કરી શકો છો. આ ફેશિલ તમે ઘરે પણ તૈયાર કરી શકો છો. તે માટે ન તો તમારો વધારે સમય બરબાદ થશે અને ના તો વધારે પૈસા. આવો જાણીએ કેવી રીતે બનશે ગુલાબ જળ ફેશિયલ (Rose Water Facial).

ક્લિન્ઝિંગ
ક્લિન્ઝિંગ ફેશિલયનું સૌ પ્રથમ સ્ટેપ છે. તેમાં ફેસ પરની ધૂળ-માટી, પરસેવો અને ઓઇલ દૂર કરવામાં આવે છે. ગુલબા જળથી ક્લિન્ઝિંગ કરવા માટે એક મોટા ચમચામાં ગુલાબ જળમાં થોડું ગ્લિસરીન મિક્સ કરો અને તેને કોટનની મદદથી ફેસ સાફ કરો. તેનથી ફેસ પર જામેલી ધૂળ-માટી સરળતાથી દૂર થઈ જશે.

સ્ક્રબ
સ્ક્રબ ફેશિયલનો બીજો સ્ટેપ છે. સ્ક્રબ કરવાથી ફેસના ડેડ સેલ્સ દૂર થાય છે. સ્ક્રબથી સ્કિનના પોર્સ ખુલે છે અને સ્કિનને પોષણ મળે છે. ગુલાબ જળથી સ્ક્રબ કરવા માટે ખાંડ અને ગુલાબ જળને એક સાથે મિક્સ કરો અને તેને ફેસ પર લગાવી હળવા હાથે મસાજ કરો. તેનાથી બ્લેક હેડ્સ પણ સરળતાથી દૂર થશે.

મસાજ
મસાજ ફેશિયલનું ત્રીજૂ સ્ટેપ છે. તેમાં સ્કિન સોફ્ટ બને છે અને ત્વચા પર ગ્લો આવે છે. ગુલાબ જળથી મસાજ કરવા માટે એક બાઉલમાં થોડું મધ અને ગુલબા જળ મિક્સ કરો. ત્યારબાદ મસાજ કરવા માટે તેને આંખો બંધ કરી ફેસ પર પોતાના હાથની આંગળીઓથી હળવો મસાજ કરો.

ફેસ પેક
ફેશિયલનો છેલ્લો સ્ટેપ ફેસ પેક છે. ગુલાબ જળથી ફેસ પેક બનાવવા માટે ગુલાબ જળ અને ચણાના લોટનો ઉપોયગ કરો. ચણાનો લોટ સ્કિન ટેનિંગ ઓછું કરે છે. સાથે જ તે સ્કિન ઓઇલને કંટ્રોલ કરી પિંપલ્સને ઘટાડે છે. ફેસ પેક પિંપલ્સ, ડાઘા અને નિશાનને ઓછા કરવામાં મદદ કરે છે. તે ત્વચાના ડેડ સેલ્સને પણ દૂર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news