Corona News: ગુજરાત માટે રાહતના સમાચાર, ત્રણ જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય, છેલ્લા 24 કલાકમાં માત્ર 283 કેસ

ગુજરાત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. તો મૃત્યુઆંક પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર બે દર્દીઓના મૃત્યુ થયા છે. 

Corona News: ગુજરાત માટે રાહતના સમાચાર, ત્રણ જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય, છેલ્લા 24 કલાકમાં માત્ર 283 કેસ

ગાંધીનગરઃ રાજ્યના લોકો માટે ખુબ સારા સમાચાર છે. કોરોના વાયરસ (corona virus) ના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 283 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 528 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ 97.20 ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. સૌથી ખુશીની વાત છે કે રાજ્યના ત્રણ જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી  2 લાખ 65 હજાર 406 કેસ નોંધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વડોદરા જિલ્લામાં 70 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ જિલ્લામાં 52 કેસ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં 38 અને રાજકોટ જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. જુનાગઢ જિલ્લામાં 11, પંચમહાલમાં 6, આણંદ, બનાસરાંઠામાં 5-5, કચ્છ, મોરબી અને નર્મદામાં ચાર-ચાર કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં એક્ટિવ કેસમાં મોટો ઘટાડો
રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 2956 છે. જેમાં 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 2,55,059 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 4391 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યના ત્રણ જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય
ગુજરાતના ત્રણ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. તો રિકવરી રેટ 97.20 ટકા થઈ ગયો છે. કોરોનાની સારવાર સાથે વેક્સિનેશનનું કામ પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે 29065 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ અત્યાર સુધી ગુજરાતમાં 4 લાખ, 19 હજાર 519 લોકોને કોરોનાની રસી મળી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news