The Most Luxurious Fabric: આ છે દુનિયાનું સૌથી મોંઘું કાપડ, શર્ટના ભાવમાં આવી જાય નવી નક્કોર કાર
The Most Luxurious Fabric: શું તમને ખબર છે કે કયુ કાપડ દુનિયાનું સૌથી મોંઘું કાપડ છે? આ કાપડનું નામ છે વિકુના. આ ફેબ્રિકને દુનિયાનું સૌથી મોટું કાપડ કહેવામાં આવે છે. આની કિંમત એટલી વધારે છે કે તેમાં તમારે એક આઈફોન પણ આવી જાય.
Trending Photos
The Most Luxurious Fabric: તમે તમારા જીવનમાં અનેક પ્રકારના મોંઘા કાપડ જોયા હશે અને કદાચ પહેર્યા પણ હશે. અનેક કપડા એટલા માટે મોંઘા હોય છે કારણ કે તે જે બ્રાંડના હોય છે તેની કિંમત ખૂબ જ વધારે હોય છે. તો કેટલાક કાપડ એટલા માટે મોંઘા હોય છે કારણ કે તેમાં વર્ક કરવામાં આવ્યું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે કયુ કાપડ દુનિયાનું સૌથી મોંઘું કાપડ છે? આ કાપડનું નામ છે વિકુના. આ ફેબ્રિકને દુનિયાનું સૌથી મોટું કાપડ કહેવામાં આવે છે. આની કિંમત એટલી વધારે છે કે તેમાં તમારે એક આઈફોન પણ આવી જાય.
કિંમત જાણી ચોંકી જશો
દુનિયાના સૌથી મોંઘા કાપડ વિકુનાની કિંમતનો અંદાજ તમે તેમાંથી બનેલા કપડાની કિંમતથી લગાવી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કાપડમાંથી બનેલા મોજાની કિંમત 80 હજાર રૂપિયાથી શરૂ થાય છે. એવામાં જો તમે આ કાપડમાંથી બનેલા ટી-શર્ટ કે પેન્ટ ખરીદવા ઈચ્છો છો તો તમારે લાખો રૂપિયા ચૂકવવા પડી શકે છે.
આ પણ વાંચો:
Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, જુઓ વીડિયો
LUXURIOUS BUNGLOWS: ટાટા, બિરલા અને અંબાણી આલીશાન બંગલા પરથી નથી હટતી લોકોની નજર
શું તમને PM કિસાન યોજનાના 2,000 રૂપિયા નથી મળ્યા? આ નંબર પર કોલ કરીને કરો ફરિયાદ
એક પેન્ટ પડશે 8 લાખમાં
વિકુના ફેબ્રિકથી બનેલા આ કપડા ઈટલીની એક કંપની લોરો પિયાનાની આધિકારીર વેબસાઈટ Loro Piyana પર મળી રહી છે. એક જોડી મોજાની કિંમત અહીં 80 હજાર રૂપિયાથી વધારે છે. તો અહીં એક શર્ટની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે. પોલો નેક ટી-શર્ટ નવ લાખથી વધુનું તો પેન્ટની કિંમત 5 લાખ કરતા વધારે છે. કોટ લેવા માટે તો તમારે 11 લાખથી વધુ રૂપિયા આપવા પડશે.
કેમ આટલું મોંઘું છે આ કાપડ?
વિકુના ઉંટના ઊનમાંથી તૈયાર થાય છે. અને જેના ઉનનો ઉપયોગ થાય છે તે કોઈ સામાન્ય ઉંટ નથી. આ પ્રજાતિના ઉંટ માત્ર દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં જ જોવા મળે છે અને તે વિલુપ્ત થઈ રહ્યા છે. વર્ષ 1960માં તેમને દુર્લભ ઘોષિત કરવામાં આવ્યા હતા. જે બાદ તેને પાળવાના નિયમો કડક થઈ ગયા છે. આ ઉંટના ઈનની જાડાઈ 12 થી 14 માઈક્રોન હોય છે. અને તે ખૂબ જ ગરમ હોય છે. આ કાપડ મોંઘુ એટલા માટે છે કે જો તેમાંથી કોટ બનાવવા માટે લગભગ 35થી વધુ ઊંટનું ઉન કાઢવું પડે છે.
આ પણ વાંચો:
અધિકારીઓ ફફડી ગયા! CM ભૂપેન્દ્ર પટેલે કરી ગાંધીનગરમાં આ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ, પછી
સાત આતંકીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એનઆઈએ કોર્ટનો ચુકાદો
રાશિફળ 01 માર્ચ: આ જાતકોને આજે ગ્રહોનો વિશેષ સંયોગ ખુબ ફાયદો કરાવશે, સમૃદ્ધિ વધશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે