Gold Price Today: સસ્તું વેચાઈ રહ્યું છે સોનું, આજે પણ ગગડી ગયા ભાવ, જાણો 10 ગ્રામ સોનાનો રેટ

Gold Price Today: સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બુધવારે  પહેલી માર્ચે પણ સોનાનું વાયદા બજાર ઘટાડા સાથે ખુલ્યું. સોમવારે તે પોતાના વર્ષના નીચલા સ્તરે 55,300 સુધી પહોંચી ગયું હતું. હવે તેમાં પાછો ઘટાડો નોંધાયો છે.

Gold Price Today: સસ્તું વેચાઈ રહ્યું છે સોનું, આજે પણ ગગડી ગયા ભાવ, જાણો 10 ગ્રામ સોનાનો રેટ

Gold Price Today: સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બુધવારે  પહેલી માર્ચે પણ સોનાનું વાયદા બજાર ઘટાડા સાથે ખુલ્યું. સોમવારે તે પોતાના વર્ષના નીચલા સ્તરે 55,300 સુધી પહોંચી ગયું હતું. હવે તેમાં પાછો ઘટાડો નોંધાયો છે. પરંતુ આમ છતાં હજુ પણ લાલ નિશાનમાં જ ટ્રેડ કરી રહ્યું છે. 

MCX ગોલ્ડ આજે ઓપનિંગ બાદ 129 રૂપિયા એટલે કે 0.23 ટકા ડિપ સાથે 55,627 રૂપિયા પર ટ્રેડ કરતું જોવા મળ્યું. સવારે 10.10 વાગ્યાની આસપાસ તેમાં રિકવરી આવી પરંતુ આમ છતાં લાલ નિશાનમાં જોવા મળ્યુ. 10.30ની આસપાસ 54 રૂપિયા એટલે કે 0.1 ના ઘટાડા સાથે 55,702 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. ગત સત્રમાં તે 55,756 ની સપાટીએ બંધ થયું હતું. સિલ્વર ફ્યૂચર આ દરમિયાન 287 રૂપિયાની તેજી સાથે 64,070 રૂપિયે જોવા મળ્યું. ઓપનિંગમાં તે 114 રૂપિયા એટલે કે 0.18 ટકાની તેજી સાથે 63,897 રૂપિયાની સપાટી પર જોવા મળ્યું. કાલના સેશનમાં મેટલ 63,783 રૂપિયા પર અટકેલું હતું. 

શરાફા બજારમાં પણ ઘટ્યા ભાવ
વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના મૂલ્યોમાં નબળાઈના વલણ વચ્ચે દેશની રાજધાની દિલ્હીના શરાફા બજારમાં પણ મંગળવારે સોનાના ભાવ 110 રૂપિયાના ઘટાડા સાથે 55,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. ગત કારોબારી સત્રમાં સોનું 55,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 550 રૂપિયા ગગડીને 63,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 

સોનાના ભાવ
ગોલ્ડના અલગ અલગ કેરેટ પ્રમાણે ભાવ અને સિલ્વર રેટ IBJA (India Bullion And Jewellers Associaton Ltd.) પર કઈ રીતે જોવા મળી રહ્યા છે તે પણ જોઈએ...

Gold Jewellery Retail Selling Rate

- Fine Gold (999)- 5,555
- 22 KT- 5,422
- 20 KT- 4,944
- 18 KT- 4,500
- 14 KT- 3,583
- Silver (999)- 63,007

(ગોલ્ડના આ ભાવ પ્રતિ ગ્રામ પર છે અને તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ જોડવામાં આવ્યો નથી.)

IBJA ના ગઈ કાલના ક્લોઝિંગ રેટ

- 999- 55,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
- 995- 55,328
- 916- 50,884
- 750- 41,663
- 585- 32,497
- Silver- 63,007

(ગોલ્ડના આ ભાવ પ્રતિ ગ્રામ પર છે અને તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ જોડવામાં આવ્યો નથી.)

આંતરરાષ્ટ્રીય ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી આવવાથી ગોલ્ડના ભાવ નબળા બન્યા. પરંતુ આમ છતાં યુએસ ગોલ્ડ લિલા નિશાનમાં જોવા મળ્યા. યુએસ ગોલ્ડ 0.03% ની તેજી સાથે 1,837.30 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યા હતા. આ ઉપરાંત સિલ્વર 22 ડોલરની નીચે હતું. મેટલ 0.45% ની તેજી સાથે 21.165 ડોલર પ્રતિ ઔંસ પર હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news