Photos : 8 યુવતીઓએ એક સાથે કરોડોની સંપત્તિ છોડી દીક્ષા ગ્રહણ કરી

 સુરતમાં આજે એક સાથે આઠ દીકરીઓ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. કરોડો રૂપિયાની સંપત્તિ છોડી આજે દુનિયાની મોહ માયાથી અલગ રસ્તા પર નીકળી ગઈ હતી. આજે મિજલ શાહ, ધ્રુવી કોઠારી, પૂજા શાહ, ખુશી જૈન, સ્વીટ સંઘવી, પૂજા છાજડે, સ્નેહી કોઠારી અને મહેક જૈને દિક્ષા લીધી છે. 

ચેતન પટેલ/સુરત : સુરતમાં આજે એક સાથે આઠ દીકરીઓ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. કરોડો રૂપિયાની સંપત્તિ છોડી આજે દુનિયાની મોહ માયાથી અલગ રસ્તા પર નીકળી ગઈ હતી. આજે મિજલ શાહ, ધ્રુવી કોઠારી, પૂજા શાહ, ખુશી જૈન, સ્વીટ સંઘવી, પૂજા છાજડે, સ્નેહી કોઠારી અને મહેક જૈને દિક્ષા લીધી છે. 

1/2
image

સુરતમાં જાણે દીક્ષા લેવાની સીઝન ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે અને એમાં પણ દીકરીઓમાં જાણે હોડ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં એક જ સપ્તાહ માં 7 લોકોએ દીક્ષા લીધી છે, ત્યારે આજે એક જ દિવસમાં 8 દીકરીઓ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગ પર નીકળી પડી હતી. આ આઠેય દીકરી પૈકી 5 દીકરીઓનો પરિવાર કરોડપતિ છે. જેઓ પહેલેથી જ લક્ઝુરિયસ લાઈફ, કારના શોખીન હતા. જો કે તેઓ ઉપધાન દરમિયાન મહારાજશાના સંપર્કમાં આવ્યા હતા અને તેઓને તેમની જીવન શૈલી ખૂબ જ ગમી ગઈ હતી. તેઓને લાગ્યું હતું કે, સંસારમાં દુઃખ સિવાય કંઈ નથી, જેથી તેઓ સંયમના માર્ગે જઇ સાચું સુખ પામવા માંગતા હતા. જેથી આજે તેઓએ મહારાજ ગુનરતનેશ્વર સુરીશ્વરીજીના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી હતી.

2/2
image

આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. વિવિધ ધાર્મિક વિધિઓમાંથી પસાર થઈ આઠેય દીકરીઓ સંયમના માર્ગે નીકળી પડી હતી. હજ્જારોની સંખ્યામાં ભકતજનો આજે આ દિક્ષા સમારોહમાં આવી પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે તમામ દિક્ષાર્થીઓને જૈન સાધ્વીના રૂપમા વધાવી લેવામા આવી હતી. દિક્ષા પહેલા પહેરેલા લાખ્ખો રુપિયા દાગીના ઉતારી સંસારની મોહમાયા છોડી સાદગીભર્યા કપડા પહેરી મંચ પર આવી પહોંચ્યા હતા. આ તમામ જૈન સાધ્વીઓએ મહારાજશાના દર્શન તેમજ વિવિધ વિધિઓ પતાવીને સંયમના માર્ગે નીકળી ચૂકી છે.  દિક્ષા આપનાર ગુનરત્નેશ્વરજી મહારાજે અત્યાર સુધી 414 લોકોને દિક્ષા અપાવી ચૂક્યા છે, ત્યારે આજે આઠ લોકો સાથે દિક્ષાનો આકંડો 422 પર પહોંચી ચુકયો છે.