જેગુઆર બાદ મર્સિડીઝ... માલેતુજારોના નબીરાઓનો આ શોખ હજી કેટલાયના જીવ લેશે
Sindhubhavan Road Car Accident News: અમદાવાદના સિંધુ ભવન રોડ પર પૈસાદાર બાપના નબીરા રિશિત પટેલે સર્જ્યો અકસ્માત...મર્સિડીઝ કારે બે ગાડીને મારી ટક્કર...મર્સિડીઝ અને ઓડી કાર વચ્ચે થયું હતું રેસિંગ...રેસિંગના ચક્કરમાં અનેક લોકોના જીવ મુક્યા જોખમમાં....
અમદાવાદનો સિંધુ ભવન રોડ બેફામ બનેલા નબીરાનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીની રાત્રે વધુ એક નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે. વહેલી સવારે 3 વાગ્યે 26 મીનિટે સિંધુ ભવન રોડ પર રિશિત પટેલ નામના નબીરાએ મર્સિડીઝ કારથી અકસ્માત સર્જ્યો. પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર ચલાવી અન્ય બે કારને ટક્કર મારી. જેમાં વર્ના કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો...
બેફામ બનેલા નબીરા રિતેશ પટેલનું નિવેદન
ZEE 24 કલાક સાથે વાતચીત કરતા ભોગબનનાર મિતુલ પટેલ કહ્યું કે નબીરા નશાની હાલતમાં હતા અને પૂરપાટ ઝડપે કાર ચલાવતા હતા. એટલું જ નહીં પણ અકસ્માત બાદ નબીરાના પરિવારજનોએ તેમની સાથે મારામારી પણ કરી. તો બીજી તરફ બેફામ બનેલો નબીરો રિશિત પટેલ કહે છે હું કોઈ રેસ નહોંતો લગાવતો. મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. અને કાર 80ની સ્પીડે હતી. સાથે જ તેણે કહ્યું કે, હું નશાની હાલત માં નહોતો, મારા બ્લડ સેમ્પલ લઈ શકે છે.
આવા નબીરાઓ પર કાર્યવાહી ક્યારે
નબીરો રિશિત પટેલ અમદાવાદના સાયન્સ સિટીમાં રહે છે...અને તેના બંગેલ 9થી વધુ વૈભવી કાર છે..ત્યારે સવાલ એ થાય છે આવા નબીરાઓ સામે ક્યારે થશે કડક કાર્યવાહી. તથ્ય પટેલના કાંડ બાદ પણ હજુ કેમ પોલીસ જાગી નથી. ક્યાં સુધી આ બેફામ કાર ચલાવી લોકોને અડફેટે લેતા રહેશે નબીરાઓ. રફ્તારના કહેર પર ક્યારે લાગશે બ્રેક.
ટક્કર બાદ મર્સિડીઝ બેકાબૂ થઈ હતી
મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી. બીજી બાજુ, સ્થાનિકો લોકોનું કહેવું છે કે કારચાલક નશામાં ધૂત હતો. તેની સાથે આવેલા લોકોએ બોલાચાલી કરી કારની નંબર પ્લેટ કાઢીને જતાં રહ્યા હતા. કાર એટલી સ્પીડમાં ટકરાઇ હતી કે કારનું ટાયર પણ નીકળી ગયું હતું.
મોંઘીદાટ ગાડીનું આખું ટાયર નીકળી ગયું
તમે જુઓ આટલી મોંઘી ગાડીનું આખું ટાયર ફાટી ગયું છે. 200 મીટર સુધી આ ગાડી ઘસડાઇ છે. તો પણ તે ઉભો રહેવા તૈયાર નહોતો. મારી ગાડીના દરવાજા નહોતા ખુલતા, લોકોએ અમને બહાર કાઢ્યા હતા. લોકોએ તેને પકડીને ઊભો રાખ્યો. એટલામાં તેના 10થી 12 માણસો આવ્યા હતા, બે ગાડી ભરીને. ગાડીની નંબર પ્લેટ, તે પીધેલી હાલતમાં હતો. ગાડીમાં અંદર દારૂ કે જે પણ હશે, તે લઇને જતા રહ્યા. એ 10 લોકોએ ભેગા થયેલા લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું અને બધાને ભગાડ્યા હતા.
નબીરાના પરિવારજનોએ મારામારી કરી, કારચાલક નશામાં ધૂત હતો
રેસિંગના ચક્કરમાં અમદાવાદના નબીરાઓ બેફામ બન્યા છે. રેસિંગ કરતી વખતે વર્નામાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ભોગ બનનાર મિતુલ ચોક્સીએ ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, મેં ફોન કર્યાના પોણા કલાક બાદ પોલીસ આવી છે. કાર ચાલક નશાની હાલતમાં હતો. નબીરાના પરિવારજનો આવીને મારામારી કરી હતી. મારામારી કરી કારમાંથી પૂરાવા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
વહેલી સવારે 3.26 એ રેસ લગાવી હતી
અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન રોડ પર બેફાન બનેલા નબીરાઓએ રેસ લગાવીને અકસ્માત સર્જયો હતો. મર્સડીઝ ગાડીએ એક સાથે બે ગાડીને અકસ્માત સર્જોય હતો. સવારના 03: 26 મિનિટે અકસ્માત થયો હતો. મર્સિડીઝ અને ઓડી કારે રેસ લગાવી હતી. રેસિંગના ચક્કરમાં એક સાથે બે ગાડીઓને અકસ્માત થયો હતો. પહેલા મર્સિડીસે એક ગાડીને ઠોકી હતી., ત્યાર બાદ આગળ 300 મીટર દૂર બીજી ગાડીને ટક્કર મારી હતી
અકસ્માત બાદ જે થાય તે કરી લેવાની ધમકી આપી અને મારામારી કરી
બે કારની રેસીંગના કારણે એક હોન્ડાઈ વર્નામાં જઈ રહેલા પરિવારને પણ અકસ્માત નડ્યો હતો. પરિવારના સભ્ય મિતુલ ચોક્સીએ જણાવ્યું કે, પોલીસને ફોન કર્યાના પોણા કલાક બાદ પોલીસ આવી હતી. કાર ચલાવનાર વક્તિ નશામાં ધુત હતો તેને ચાલવાનો પણ ભાન ન હતો. નબીરાના પરિવારજનોએ આવી મારમમારી કરી હતી. ગાડીમાંથી પુરાવા હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. તમારાથી જે થાય તે કરી લેવાની અમને ધમકી આપી હતી.
અકસ્માતના સાસીટીવી પણ આવ્યા
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમા મર્સિડીસ કાર પૂરપાટ ઝડપે જતી દેખાઈ હતી. અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી આવી ઘટનાઓ અનેક સવાલો પેદા કરે છે. શાંતિપ્રિય શહેરનું વાતાવરણ ડહોળવાનો નબીરાઓનો પ્રયાસ સતત ચાલુ છે. તથ્ય પટેલનો બનાવ હજી પણ તાજો જ છે, ત્યાં નબીરાઓને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. સામાન્ય લોકો સુરક્ષિત નથી. પોલીસ પણ બિન્દાસ્ત દેખાઈ રહી છે.
Trending Photos