Anti Aging Tips: 40 વર્ષે પણ નહીં દેખાય વધતી ઉંમરની અસર, રોજ લેશો આ 6 વિટામિન્સ તો શરીરમાં રહેશે 25 જેવી જ સ્ફુર્તિ
Anti aging supplements:સ્ત્રી હોય કે પુરુષ તેના શરીરમાં 40 વર્ષની ઉંમર પછી અનેક ફેરફાર થવા લાગે છે. જેમકે હાડકા નબળા પડી જાય છે, પાચનતંત્ર સ્લો થઈ જાય વગેરે.. જેના કારણે ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધે છે. 40 વર્ષ પછી શરીરમાં થતા આ ફેરફારોને અટકાવવા હોય તો 40 ઉંમર પછી દરેક વ્યક્તિએ આ 6 વિટામિન લેવાની શરૂઆત કરી દેવી જોઈએ.
વિટામીન ડી
વિટામિન ડી હાડકાને મજબૂત કરવા માટે જરૂરી છે તે કેલ્શિયમને અવશોષિત કરવામાં મદદ કરે છે. 40 વર્ષ પછી વિટામિન ડી લેવું જરૂરી છે કારણ કે આ ઉંમરે શરીરમાં વિટામિન ડીનું ઉત્પાદન ઘટી જાય છે.
વિટામીન બી12
વિટામીન બી12 તંત્રિકાઓને સ્વસ્થ રાખવા માટે અને એનિમિયાથી બચાવવામાં મદદ કરે છે. આ વિટામીન મોટાભાગે માંસ, પનીર અને ઈંડામાંથી મળે છે. તેથી શાકાહારી લોકોમાં આ વિટામિનની ખામી જોવા મળે છે. ડોક્ટરની સલાહ લઈને આ વિટામિનના સપ્લિમેન્ટ્સ લઈ શકાય છે.
કેલ્શિયમ
કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત રાખવા માટે જરૂરી છે 40 વર્ષ પછી હાડકા નબળા પડવાનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ હોય છે. તેથી 40 વર્ષ પછી દૂધ, દહીં, પનીર, બદામ જેવી વસ્તુઓનું સેવન નિયમિત કરવું જોઈએ.
વિટામીન સી
વિટામીન સી ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામીન સી માટે સંતરા, લીંબુ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી વગેરે વસ્તુઓનું સેવન કરી શકાય છે.
ઓમેગા 3 ફેટી એસિડ
ઓમેગા 3 ફેટી એસિડ હૃદયની બીમારીઓ અને સ્વાસ્થ્ય સંબંધીત અન્ય જોખમોને ઘટાડવામાં મદદ કરે છે. આ મહત્વનું પોષક તત્વો ચિયા સીડ્સ, અખરોટ અને ફીશમાંથી મળે છે.
મેગ્નેશિયમ
મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવે છે અને રક્તચાપને નિયંત્રિત કરે છે. તે સ્નાયુ માટે પણ જરૂરી હોય છે. 40 વર્ષ પછી સપ્લિમેન્ટની સાથે બદામ અને પાલક જેવી વસ્તુઓમાંથી મેગ્નેશિયમ મેળવી શકાય છે.
Trending Photos