ઘર પર ફાયરિંગ બાદ પહેલીવાર જાહેરમાં દેખાયો સલમાન, સિક્યુરિટી જોઈને ચકરાઈ જશે મગજ

Salman Khan: બોલીવુડના ફિલ્મ અભિનેતા સલમાનખાનના ઘર પર હાલમાં જ ફાયરિંગની ઘટના સામે આવી હતી. એ સિવાય ગેંગસ્ટર દ્વારા અવારનવાર સલમાનને ધમકીઓ પણ મળતી રહે છે. આવી સ્થિતિમાં મુંબઈ પોલીસનું કામ પણ વધી ગયું છે.

Salman Khan Security: હાલ સલમાનની સુરક્ષા ગોઠવવા માટે રીતસર મુંબઈ પોલીસ કવાયત કરી રહી છે. ઘર પર ફાયરિંગની ઘટના બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા સલમાન ખાન. સુરક્ષા એટલી હતી કે મંત્રી પણ જોઈને ડગી જાય. સલમાન ખાન હાલ દુબઈના પ્રવાસે જઈ રહ્યાં છે. ત્યારે પોતાના ઘરથી સલમાન જ્યારે દુબઈ જવા માટે મુંબઈ એરપોર્ટ જવા રવાના થયા ત્યારે તેના ઘરથી લઈને એરપોર્ટ સુધી જડબેસલાક સુરક્ષા ગોઠવાઈ હતી. કડક સુરક્ષા વચ્ચે સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો. ફાયરિંગ બાદ સલમાન ખાન પહેલીવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન ભાઈજાનની સુરક્ષા એટલી ચુસ્ત હતી કે પરિંદા પણ તેને મારી ન શક્યા. બ્લેક ટી-શર્ટ અને લૂઝ ડાર્ક કલરના પાયજામામાં સલમાન ખાનનો સ્વેગ જોવા જેવો હતો. સલમાન ખાન કાળા ગોગલ્સ પહેરીને કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ તેની આસપાસ સુરક્ષાનો ઘેરો દેખાઈ રહ્યો હતો. જુઓ સલમાન ખાનના મુંબઈ એરપોર્ટની આ તસવીરો.

 

 

 

સુરક્ષા કવચ હેઠળ સલમાન ખાન

1/6
image

જ્યારથી સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર થયો છે ત્યારથી તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફાયરિંગ બાદ ભાઈજાન તેની પ્રથમ વિદેશ યાત્રા માટે દુબઈ જઈ રહ્યો છે, જેના કારણે તે કડક સુરક્ષા વચ્ચે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો.

બોડી ગાર્ડ સાથે

2/6
image

સલમાન ખાન કારમાંથી નીકળે તે પહેલા બોડીગાર્ડ શેરા સહિત તેના સુરક્ષાકર્મીઓએ તેને ઢાંકી દીધો હતો, ત્યારબાદ ભાઈજાન કારમાંથી નીચે ઉતર્યા હતા અને તેના કાફલા સાથે આગળ વધ્યા હતા.

જોવા જેવો સ્વેગ

3/6
image

આ દરમિયાન સલમાન ખાનનો સ્વેગ જોવા જેવો છે. વર્ક કમિટમેન્ટના કારણે સલમાન હાલમાં દુબઈ જઈ રહ્યો છે.  

સલમાન દુબઈ જઈ રહ્યો છે

4/6
image

ફોટોગ્રાફર વિરલ ભાયાણીના જણાવ્યા અનુસાર સલમાન રિઝવાન સાજનના નવા પ્રોજેક્ટ ડાયમંડઝ બાય ડેન્યૂબના લોન્ચિંગ માટે દુબઈ જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સલમાનના ઘરે ગોળીબાર કરનારા બંને શૂટર્સની પોલીસે ધરપકડ કરી લીધી છે.  

શૂટર પકડાયો

5/6
image

અહેવાલો અનુસાર, આ બંને શૂટરોએ આ કામ માટે અંદાજે 4 લાખ રૂપિયા લીધા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન પાસે ફિલ્મ 'સિકંદર' છે.  

શૂટિંગ

6/6
image

રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થઈ શકે છે. અગાઉ સલમાનની બે રિલીઝ થયેલી ફિલ્મોને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો ન હતો. આ બે ફિલ્મો છે 'ટાઈગર 3' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન'.