મુંબઈ પોલીસ

દિશાએ આત્મહત્યા પહેલા 45 મિનિટ સુધી કરી હતી ફોન પર વાત, થયો ચોંકાવનારો ખુલાસો

જ્યારથી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નું નિધન થયું છે ત્યારથી તેની એક્સ મેનેજર દિશા સાલિયાનની આત્મહત્યાને લઈને પણ અનેક વાતો સામે આવી રહી હતી. પરંતુ હવે દિશાના પિતાએ સુશાંત કેસમાં દિશાનું નામ સામે આવવા પર આપત્તિ વ્યક્ત કરી છે. આ બાજુ દિશાની આત્મહત્યાને લઈને હવે મુંબઈ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

Aug 6, 2020, 03:21 PM IST

Sushant Singh Rajput કેસ: હવે CBI આગળ શું કરશે? કઈ રીતે તપાસ કરશે તે જાણો 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતની સીબીઆઈ તપાસ (CBI Probe) શરૂ થઈ ગઈ છે. બિહાર સરકાર (Bihar Government) ની ભલામણ પર Department of Personnel and Trainingએ આ મામલે સીબીઆઈ તપાસ માટે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. સીબીઆઈ હવે પોતાની પટણા, મુંબઈ કે દિલ્હી બ્રાન્ચમાંથી કોઈ એકમાં કેસ ટ્રાન્સફર કરીને કેસની તપાસ શરૂ કરાવી શકે છે. 

Aug 6, 2020, 09:46 AM IST

દિશાના મૃત્યુનું સુશાંતના મોત સાથે છે કનેક્શન!, કોકડું ઉકેલવા માટે SCમાં થઈ અરજી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું કોંકડું સતત ગૂંચવાઈ રહ્યું છે અને આ કેસમાં વારંવાર બદલાઈ રહેલા સમીકરણોને પગલે આ કેસ હવે વધુ પેચીદો બની રહ્યો છે. જો કે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ મળ્યા બાદ પરિવાર અને ફેન્સ બંનેને રાહત મળી છે. જોવાનું એ રહેશે કે આ મામલે હવે આગળ કયા નવા તથ્યો સામે આવે છે. બીજી બાજુ સુશાંત અને દિશાના મોતને કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

Aug 5, 2020, 06:05 PM IST

સુશાંત કેસ: ઓફિસરને ક્વોરન્ટાઈન કરવા મુદ્દે SCએ મુંબઈ પોલીસ-મહારાષ્ટ્ર સરકારને લગાવી ફટકાર 

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસને લઈને બે રાજ્યોની પોલીસ જે રીતે આમને સામને છે તેને લઈને સુપ્રીમ કોર્ટે આજે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારને ફટકાર લગાવી છે. નોંધનીય છે કે સુશાંત કેસની તપાસ કરવા માટે બિહારથી મુંબઈ આવેલા પટણાના સિટી એસપી વિનય તિવારીને બીએમસી અધિકારીઓએ જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કરી લીધા છે. ત્યારબાદ બિહારથી સુશાંત કેસની તપાસ કરવા આવેલા 4 સભ્યોની ટીમ ક્વોરન્ટાઈન થવાના ડરથી મુંબઈમાં છૂપાયેલી છે જેને લીધે બિહાર પોલીસની તપાસ અટકી છે. 

Aug 5, 2020, 03:35 PM IST

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું- સુશાંત કેસ CBIને કરાયો ટ્રાન્સફર

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકારે મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી. હવે કેન્દ્ર સરકારે બિહાર સરકારની આ ભલામણ મંજૂર કરી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું કે તેમણે સુશાંત કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. અત્રે જણાવવાનું કે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર આ કેસની સીબીઆઈ તપાસની માંગણી થઈ રહી હતી. 

Aug 5, 2020, 12:34 PM IST

સુશાંત કેસ: આદિત્ય ઠાકરેના નિવેદન પર ભડકી કંગના, કહ્યું- પહેલા તમારા પિતા પાસે આ 7 સવાલના જવાબ માંગો

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણે તોફાન આવી ગયું છે. નિધનના લગભગ 50 દિવસ  થયા બાદ આ કેસની તપાસમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યાં છે. રાજનેતાઓથી લઈને ફિલ્મી હસ્તીઓ સુશાંત આત્મહત્યા કેસમાં પોતાના મત રજુ કરી રહ્યાં છે. હાલમાં જ મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ પોતાના પર લાગેલા આરોપોને છીછરા રાજકારણ ગણાવીને કહ્યું કે સરકારની સફળતા અને લોકપ્રિયતા જોઈને લોકો તેને પચાવી શકતા નથી. તેમણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે રાજકારણ રમવાનું શરૂ કરી દીધુ છે. તેમણે કોઈનું નામ ન લેતા કહ્યું કે રાજનીતિક દ્રષ્ટિએ કેટલાક અસંતુષ્ટ લોકો અનાવશ્યક રીતે ઠાકરે પરિવાર અને તેમને નિશાન બનાવી રહ્યાં છે. 

Aug 5, 2020, 12:11 PM IST

સુશાંતના આ મિત્રે અચાનક કહ્યું- 'હું જીવતો છું', રિયા અને સિદ્ધાર્થને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યાના મામલે હજુ કોકડું ગૂંચવાયેલું જ છે. સુશાંતે 14મી જૂને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે દિવસથી મુંબઈ પોલીસ આ કેસની તપાસમાં લાગી છે. હવે તો બિહાર પોલીસ પણ અલગથી તપાસમાં જોડાઈ છે. પટણામાં સુશાંતના પિતા દ્વારા એફઆઈઆર દાખળ થયા બાદ હવે બિહાર પોલીસે મુંબઈમાં  ધામા નાખ્યા છે પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. 

Aug 5, 2020, 10:35 AM IST

આત્મહત્યા પહેલા સુશાંતે ગૂગલ પર પોતાના નામ ઉપરાંત આ 3 વસ્તુ કરી હતી સર્ચ...જાણીને ચોંકશો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનના કેસમાં મુંબઈ પોલીસે અનેક મહત્વના ખુલાસા કર્યા છે. સોમવારે મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહે કહ્યું કે સુશાંતે આત્મહત્યા પહેલા ગૂગલ પર અનેક ચીજો સર્ચ કરી હતી. જેમાં બાઈપોલર ડિસોર્ડર, Schizophrenia, પેઈનલેસ ડેથ (દર્દરહિત મોત) અને પોતાનું નામ સામેલ છે. અત્રે જણાવવાનું કે બાઈપોલર ડિસોર્ડર અને Schizophrenia  ગંભીર માનસિક બીમારીઓ છે અને આ બીમારીઓના ઘાતક પરિણામો આવે છે. 

Aug 3, 2020, 02:33 PM IST

સુશાંત કેસ: મુંબઈ પોલીસ કમિશનરે બિહાર પોલીસની તપાસ પર આપ્યું મોટું નિવેદન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ (Sushant Singh Rajput case) ની તપાસને લઈને મુંબઈ પોલીસ અને બિહાર પોલીસમાં ખેંચતાણ જાહેરમાં આવી ગઈ છે. સુશાંત કેસની તપાસ માટે મુંબઈ પહોંચેલા પટણાના સિટી એસપી વિનય તિવારીને બીએમસીએ 15 ઓગસ્ટ સુધી ક્વોરન્ટાઈન કરી દીધા છે. જેને લઈને હોબાળો મચ્યો છે. બિહાર પોલીસે આકરી આપત્તિ વ્યક્ત કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે જે કઈ થયું તે નહતું થવું જોઈતું. આ રાજકીય નથી. બિહાર પોલીસ પોતાની ડ્યૂટી કરી રહી છે. હવે આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહનું નિવેદન સામે આવ્યું છે. 

Aug 3, 2020, 01:42 PM IST

Sushant Suicide Case: પટણાના SP મુંબઈમાં જબરદસ્તીથી ક્વોરન્ટાઈન, CM નીતિશકુમારે આપ્યું આ રિએક્શન

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ  રાજપૂત (Sushant Singh Rajput) ની કથિત આત્મહત્યાના કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે. તપાસ માટે મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારીને બીએમસીએ જબરદસ્તીથી ક્વોરન્ટાઈન કર્યા હોવાની ખબર સામે આવી ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર (NitishKumar) નું નિવેદન  સામે આવ્યું છે. તેમણે તેને ખોટું ગણાવ્યું છે. 

Aug 3, 2020, 12:04 PM IST

સુશાંત કેસની તપાસમાં મોટું વિધ્ન, તપાસ માટે ગયેલા પટણા સિટી SPને BMCએ કર્યાં ક્વોરન્ટાઈન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput case)  કેસની તપાસ કરવા બિહારથી મુંબઈ પહોંચેલા પટણા સિટી એસપી વિનય તિવારી (Patna City SP Vinay Tiwari) ને 15 ઓગસ્ટ સુધી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તિવારીએ મુંબઈમાં પહેલી રાત એસઆરપીએફના ગોરેગાંવ કેમ્પ ખાતે વિતાવવી પડી. તિવારીને ક્વોરન્ટાઈન કરવામાં આવતા બિહાર પોલીસે નારાજગી વ્યક્ત કરી છે. બિહાર પોલીસ (Bihar Police) નું કહેવું છે કે પટણા સીટી એસપી વિનય તિવારીને હોમ ક્વોરન્ટાઈન નહીં પરંતુ અમારી તપાસ રોકવા માટે તેમને એક પ્રકારે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યાં છે. બિહાર પોલીસની તપાસ રોકવા માટે આ પગલું જાણી જોઈને લેવાયું છે. 

Aug 3, 2020, 06:25 AM IST

સુશાંતની બહેને ફરીથી PM Modi પાસે માંગી મદદ, આ વખતે લોકમાન્ય તિલકનો કર્યો ઉલ્લેખ

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પીએમ મોદીને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ફરીથી ગુહાર લગાવી છે. આ વખતે કિર્તીએ લખ્યું કે મારા પ્રિય સર, આ સમય આપણા માટે લોકમાન્ય તિલકની 'ન્યાયની ભાવના' નો અભ્યાસ કરવાનો છે જે તમને પ્રેરિત કરે છે. કૃપા કરીને મારું નિવેદન છે કે આ કેસ પર જેમ બને તેમ જલદી ધ્યાન આપો. 

Aug 2, 2020, 09:01 AM IST

Sushant Suicide Case: બિહારના DGPએ રિયા ચક્રવર્તી વિશે આપ્યું મોટું નિવેદન 

બિહારના ડીજીપીએ કહ્યું કે અભિનેત્રી રિયા ચક્રવર્તી ક્યાં છે તેની જાણકારી તેમની પોલીસ હજુ પણ મેળવી શકી નથી. ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે તેમની (રિયા) ભાળ મેળવી શકતા નથી. અમે તેમને શોધવાની કોશિશ કરી રહ્યાં છીએ. નોંધનીય છે કે રિયાનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં છે. 

Aug 2, 2020, 07:16 AM IST

સુશાંત કેસ: CM નીતિશકુમારના હસ્તક્ષેપ બાદ દાખલ થઈ રિયા વિરુદ્ધ FIR, પરિવારની છે આ માગણી

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યાના કેસમાં પરિવાર દ્વારા પટણામાં બોલિવૂડ અભિનેત્રી તથા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એફઆઈઆર દાખલ  કરવામાં આવી છે. ત્યારબાદ હવે બિહાર પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે. આ બાજુ સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસ સિંહે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુશાંતનો પરિવાર આટલા સમયથી આઘાતમાં ડૂબેલો હતો અને મુંબઈ પોલીસ એફઆઈઆર રજિસ્ટર કરતી નહતી તથા મોટા પ્રોડક્શન હાઉસ અને લોકોની પૂછપરછ કરતી હતી. જેનાથી કેસ બીજી દિશામાં જઈ રહ્યો હતો. 

Jul 29, 2020, 02:43 PM IST

સુશાંત કેસ: રિયા આગોતરા જામીન માટે કરશે અરજી, પોલીસ આ ખાસ રિપોર્ટની જુએ છે કાગડોળે વાટ

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh  Rajput) ની આત્મહત્યા મામલે પરિવાર દ્વારા પટણામાં અભિનેત્રી તથા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એફઆઈઆર દાખલ કરાઈ છે. ત્યારબાદ હવે બિહાર પોલીસની મુંબઈમાં એન્ટ્રી થઈ છે. આ ટીમ મુંબઈ પોલીસને મળીને તેમની પાસેથી કેસ ડાટરી ઉપરાંત અન્ય જરૂરી કાગળો મેળવશે. એવી ખબર છે કે એફઆઈઆર દાખલ થયા બાદ હવે રિયા ચક્રવર્તી આગોતરા જામીન માટે અરજી દાખલ કરશે. આ બાજુ આ મામલે 24 જુલાઈના રોજ વિસરા રિપોર્ટ મુંબઈ પોલીસને મળી ગયો. કલીના ફોરેન્સિક લેબથી આવેલા રિપોર્ટમાં કોઈ પણ પ્રકારના foulplay ની સંભાવનાને ઈન્કાર કરાયો છે. આ મામલે હજુ પેટ અને નખના ફોરેન્સિંક રિપોર્ટની રાહ જોવાય છે. પોલીસ નખના ફોરેન્સિક રિપોર્ટની રાહ જુએ છે. જેથી કરીને કોઈ પણ પ્રકારના સ્ટ્રગલ માર્ક્સની પુષ્ટિ થઈ શકે. 

Jul 29, 2020, 09:22 AM IST

Sushant Suicide Case: રિયા ચક્રવર્તીની આ ધમકીઓના કારણે ગયો સુશાંતનો જીવ? બિહાર પોલીસ પહોંચી મુંબઈ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પરિવારજનોએ પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાવી છે. મળતી માહિતી મુજબ સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહના નિવેદન પર આ એફઆઈઆર નોંધવામાં આવી છે. પરિવારે શક વ્યક્ત કર્યો છે કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારજનોએ સુશાંતનો દગો કર્યો છે. તેના પૈસા ચાઉ કરીને તેની માનસિક હેરાનગતિ કરી છે. એટલું જ નહીં સુશાંતના પરિવાર સાથે સંપૂર્ણ સંબંધ કટ કરાવી દીધા. 

Jul 29, 2020, 08:51 AM IST

સુશાંત કેસઃ રાજીવ મસંદની થશે પૂછપરછ, અભિનેતાની ફિલ્મોને નેટેગિટ રેટિંગ આપવાનો આરોપ

ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને સુશાંત સિંહ રાજપૂત કેસમાં (sushant singh rajput suicide case) પૂછપરછ માટે 21 જુલાઈએ બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજીવ મસંદે સુશાંતને લઈને ઘણા નેગેટિવ આર્ટિકલ લખ્યા હતા. સાથે સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપ્યા હતા. 
 

Jul 21, 2020, 09:12 AM IST

એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

હવે સમાચાર આવ્યા છે કે અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 
 

Jul 12, 2020, 03:02 PM IST

અમિતાભ બચ્ચન માટે હોસ્પિટલની બહાર ભેગા થઈ રહ્યાં છે ફેન્સ, પોલીસે વધારી સુરક્ષા

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થવાના સમાચાર મળ્યા બાદ લોકેએ વિલે પાર્લે સ્થિત હોસ્પિટલની બહાર ભેગા થવાનું શરૂ કરી દીધુ હતું. પરંતુ તેને સતત હટાવવામાં આવી રહ્યાં છે. 
 

Jul 12, 2020, 02:24 PM IST

Sushant Singh Rajput Case: પોલીસ પૂછપરછમાં ભણસાલીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં

મુંબઈ પોલીસે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઝોન 9 ડીસીપી અભિષેક ત્રિમુખેએ પણ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં તેમની એક કલાક સુધી પૂછપરછ કરી હતી. 

Jul 7, 2020, 09:02 AM IST