અનંત અંબાણીના જન્મદિવસે ભાઈજાને જામનગરમાં કરી જમાવટ, તસવીરો થઈ વાયરલ

Salman Khan Airport: અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે સલમાન ખાન જામનગર પહોંચ્યો હતો. જ્યાંથી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બી પ્રેંક સાથે ગીત ગાઈ રહ્યો છે. આ ભવ્ય ઉજવણીમાં હાજરી આપ્યા બાદ ભાઈજાન મુંબઈ પરત ફર્યા છે. એરપોર્ટ પરથી સલમાન ખાનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે ફુલ સ્વેગમાં જોવા મળી રહ્યો છે.

જોવા લાયક સ્વેગ

1/5
image

એરપોર્ટ પર સલમાન ખાન અને તેના બોડીગાર્ડ શેરા સાથે સુરક્ષા માટે ઘણા લોકો જોવા મળ્યા હતા. સલમાન ખાન જેમ જ ભારે સુરક્ષા સાથે એરપોર્ટની બહાર આવ્યો ત્યારે તેનો સ્વેગ જોવા જેવો હતો.

 

અનોખા અંદાજમાં દેખાયા ભાઈજાન

2/5
image

અભિનેતા લાઈટ બ્રાઉન કલરનું ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેરીને જોવા મળ્યો હતો. સલમાન ખાનના ફેન્સને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી હતી. જોકે, સલમાન તેના કાફલામાં હાજર લોકોથી ઘેરાયેલો જોવા મળ્યો હતો.

શેરા પણ દેખાયો

3/5
image

આ પ્રસંગે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા પણ જોવા મળ્યો હતો જે સલમાન ખાનની બરાબર બાજુમાં જોવા મળ્યો હતો. સફેદ શર્ટમાં શેરા એકદમ સતર્ક દેખાઈ રહ્યો હતો.

જામનગરમાં જમાવટ

4/5
image

અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે સલમાન ખાન એક દિવસ પહેલા જ જામનગર પહોંચી ગયો હતો. અનંત અંબાણીનો જન્મદિવસ 10મી એપ્રિલે છે. આવી સ્થિતિમાં, એક દિવસ પહેલા એટલે કે 9 એપ્રિલની મોડી રાત્રે, અનંતે સલમાન ખાન અને અન્ય નજીકના લોકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

 

ટાઇગર 3 માં દેખાયા

5/5
image

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન છેલ્લે 'ટાઈગર 3'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ હતી. આ ફિલ્મ એટલા માટે પણ ચર્ચામાં હતી કારણ કે કેટરીના લગ્ન બાદ પહેલીવાર સલમાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.