20 હજાર ખાલી ખુરશીઓવાળો વાયરલ ફોટો શું કહી રહ્યો છે?

આ ફોટાને લઇને જે વાત સામે આવી તે ભાવુક કરી દેનાર છે. 

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં હજારો ખાલી ખુરશી એક ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી છે. આ ફોટાને જોઇને દરેક જણ હેરાન થઇ રહ્યા છે કે આખરે આ ખાલી ખુરશીઓનો મતલબ શું છે? પરંતુ આ ફોટાને લઇને જે વાત સામે આવી તે ભાવુક કરી દેનાર છે. જોકે આ તસવીર અમેરિકામાં કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાજલિ આપવા માટે રાખવામાં આવી હતી.  

કોરોના સામે જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ

1/4
image

ગત શનિવારે અમેરિકામાં કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ શ્રદ્ધાંજલિ સભામાં ખુરશીઓને ખાલી રાખવામાં આવી હતી. આ 20 હજાર ખુરશીઓ સન્માનમાં ખાલી રાખવામાં આવી હતી. 

કોરોના પ્રભાવિત દેશોમાં અમેરિકા પ્રથમ નંબરે

2/4
image

કોરોના પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી પહેલા નંબર પર છે. અમેરિકામાં કોરોના વાયરસથી લગભગ બે લાખ લોકોના મોત થયા. તો બીજી તરફ સંક્રમિતોનો આંકડો 70 લાખને પાર પહોંચી ગયો છે. 

નેશનલ કોવિડ 19 ડે ઓફ રિમેમ્બર્સ

3/4
image

આ વાયરલ ફોટામાં સોશિયલ મીડિયા યૂઝર્સ કોરોનાથી મૃત્યું પામનાર પોતાના મિત્રો અને ફેમિલીના લોકોના ફોટા સાથે આ ખાલી ખુરશીઓની તસવીર પોસ્ટ કરી રહ્યા છે. આ દિવસને નેશનલ કોવિડ 19 ડે ઓફ  રિમેમ્બર્સ તરીકે ઉજવવામાં આવ્યો. 

વિજ્યુઅલ આર્ટ ઇંસ્ટોલેશ

4/4
image

ફોટામાં તમામ ખુરશીઓ વ્હાઇટ હાઉસની માફક જોવા મળી રહી છે. ગ્રેમી પુરસ્કાર વિજેતા ગાયક ડિયોન વારવિક આ ક્રાર્યક્રમના આયોજનમાં જોડાયા હતા. વારવિકે કહ્યું કે ખુરશીઓ એક વિજ્યુઅલ આર્ટ ઇંસ્ટોલેશન છે.