ફીકર નોટ! આ 5 બ્રેકફાસ્ટ કાબૂમાં રાખશે તમારું બ્લડ પ્રેશર, ડાયટમાં કરો ફેરફાર
High Blood Pressure: હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો તેની દવાઓ લેતા હોય છે. પરંતુ લાઈફ સ્ટાઇલ અને ડાયટમાં ફેરફાર કરી તેને કંટ્રોલ કરી શકાય છે. દિવસની શરૂઆથ તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે. આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાયપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.
ફળ અને દહીં
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત દહીંનું સેવન કરવું જોઇએ. એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, દહીં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. પરંતુ દહીંમાં ખાંડ, મીઠું અથવા કોઈ અન્ય ફ્લેવર મીક્સ કરવા જોઇએ નહીં. વધારે ન્યૂટ્રિશન માટે તમે તેમાં ફ્રૂટને કાપીને મિક્સ કરી શકો છો.
ઓટ્સ
દિવસની શરૂઆત માટે ઓટ્સથી વધારે કોઈ સારી વસ્તુ નથી. ઓટ્સ ફાયબરથી ભરપૂર છે જે બ્લડ પ્રેશર માટે ઘણું સારું છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ સોડિયમ ઓછું લેવુ જોઇએ. ઓટ્સમાં સોડિયમ ખુબજ ઓછું હોય છે. તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે સાથે જ ઓટ્સ બનાવવું ખુબજ સરળ છે.
નટ્સ, સીડ્સ અને લો-ફેટ દૂધ
હેલ્થ એક્સપર્ટ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ડાયટમાં વધારે પોટેશિમ સામેલ કરવાની સલાહ આપે છે. નટ્સ અને સીડ્સમાં વધુ પોટેશિયમ મળે છે જે બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે. તમે બ્રેકફાસ્ટમાં એક ગ્લાસ લો ફેટ દૂધ સાથે થોડા નટ્સ અને સીડ્સ ખાઈ શકો છો. હાઈ બ્લડ પ્રેશરમાં કોળાના બીજ, પિસ્તા, બદામ, કાજુ અને અખરોટને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ઇંડા
મોટાભાગે લોકો બ્રેકફાસ્ટમાં ઇંડા ખાવાનું પસંદ કરે છે. ઇંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. જે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓને ઇંડા ખાવાની ખાસ સલાહ આપે છે. દિવસની શરૂઆત બોઈલ ઇંડા સાથે કરવાથી તમારા માટે સારૂ રહે છે. જો તમે ઓમલેટ ખાવા ઇચ્છો છો તો તમે તેમાં શાકભાજી ઉમેરી શકો છો. તેમાંથી તમને વધારે ન્યૂટ્રિશન મળશે.
કેળા અને બેરી
કેળામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. કેળામાં સોડિયમ બિલકુલ હોતું નથી અને તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ જોવા મળે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તમે કેળા સાથે બેરી પણ ખાઈ શકો છો. તમામ જરૂરી વિટામિન્સ બેરીમાં જોવા મળે છે.
Trending Photos