Gangajal: ઘરમાં તમે રાખો છો ગંગાજળ? તો ખાસ વાંચો આ અહેવાલ, નહીં તો પસ્તાશો
આવો જાણીએ કે ગંગાજળને ઘરમાં રાખતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
હિન્દુ ધર્મમાં ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગંગાને ખુબ જ પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે. માન્યતાઓ મુજબ ગંગામાં સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. ગંગાજળ વગર પૂજા પાઠ અધૂરા ગણવામાં આવે છે. ઘરમાં ગંગાજળ રાખવાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. પરંતુ ઘરમાં ગંગાજળ તમે યોગ્ય રીતે રાખ્યું હોય તે ખુબ જ જરૂરી છે. આવો જાણીએ કે ગંગાજળને ઘરમાં રાખતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
તાંબા કે ચાંદીના વાસણમાં રાખો ગંગાજળ
મોટાભાગના લોકો ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં ભરીને રાખે છે. જે ખોટું છે. ગંગાજળને હંમેશા ચાંદી કે તાંબાના વાસણમાં જ ભરીને રાખવું જોઈએ.
ગંગાજળવાળા રૂમમાં માંસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ
ગંગાજળનો ઉપયોગ પવિત્ર કામોમાં થાય છે. આથી તમે તમારા ઘરમાં જે જગ્યાએ ગંગાજળ રાખ્યું હોય ત્યાં માંસ અને દારૂનું સેવન ભૂલેચૂકે ન કરતા.
ઈશાન ખુણામાં ગંગાજળ રાખવું શુભ
ઘરના ઈશાન ખુણા(North East) ને દેવતાઓનું સ્થાન ગણવામાં આવે છે. આથી ગંગાજળ હંમેશા ઘરની આ દિશામાં જ રાખવું જોઈએ. તે દિશામાં રાખવું શુભ ગણાય છે.
ગંગાજળને પૂજાઘરમાં રાખો
ગંગા નદીની જેમ તેના જળને પણ પવિત્ર ગણવામાં આવે છે. ગંગાજળને ઘરમાં ગમે ત્યાં રાખવું અશુભ મનાય છે. ગંગાજળ હંમેશા ઘરના પૂજાવાળા સ્થાન પર જ રાખો.
ગંગાજળવાળી જગ્યા સ્વચ્છ રાખો
જો તમે ગંગાજળને કોઈ બીજા રૂમમાં રાખ્યું પણ હોય તો ત્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ગંગાજળને ક્યારેય અશુદ્ધ કે ગંદી જગ્યા પર રાખવું જોઈએ નહીં.
પ્રકાશમાં રાખો ગંગાજળ
ગંગાજળને ક્યારેય અંધારાવાળી જગ્યાએ ન રાખો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે.
ગંગાજળને સ્પર્શ કરતા પહેલા હાથ ધોવા જોઈએ
ગંગાજળનો પ્રયોગ કરતા પહેલા હાથને બરાબર ધોઈને સ્વચ્છ કરવા જોઈએ. ભૂલથી પણ ગંગાજળ ગંદા હાથથી ન સ્પર્શવું જોઈએ.
Trending Photos