Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ઘટેલા ભાવે સોનું લેવાની સોનેરી તક ન ગુમાવતા, જાણો લેટેસ્ટ રેટ

Written ByViral Raval Updated byViral Raval
Published: Nov 07, 2024, 12:36 PM IST|Updated: Nov 07, 2024, 02:06 PM IST

Latest Gold Rate: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં તેજ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે બુલિયન્સના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

1/5

કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં તેજ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે બુલિયન્સના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં સોનું તૂટ્યું જ્યારે શરાફા બજારમાં તો સોનું અને ચાંદી જબરદસ્ત ગગડ્યા. જાણો લેટેસ્ટ રેટ.

શરાફા બજારમાં ભાવ2/5

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,580 રૂપિયા તૂટીને 76,556 રૂપિયાના સ્તરે પહોંચી ગયું. જે કાલે 78,136 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદી આજે 2,748 રૂપિયા ગગડીને 90,153 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ જે કાલે 92,901 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

વાયદા બજારમાં ભાવ3/5

વાયદા બજારમાં સોનું 249 રૂપિયા ગગડીને 76,406 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું જે કાલે 76,655 રૂપિયાના લેવલ પર બંધ થયું હતું. ચાંદીના ભાવમાં 573 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 90,247 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 90,820 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

શું કહે છે એક્સપર્ટ4/5

એલકેપી સિક્યુરિટીઝના ઉપાધ્યક્ષ શોધ વિશ્લેષક (જિન્સ અને મુદ્રા) જતિન ત્રિવેદીએ કહ્યું કે, અમેરિકી ચૂંટણીના પરિણામોથી ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી આવવાના કારણે સોનાના ભાવમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો. 

ખાસ નોંધ5/5

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.