Covid-19: હવે Google Map પર પણ Vaccine સેન્ટર શોધવાનું થયું સરળ, જાણો કઈ રીતે

તમારી આસપાસ વેક્સીનેશન ક્યાં થઈ રહ્યું છે તેની જાણખારી તમને ગૂગલ મેપ્સ દ્વારા મળી જશે. ગૂગલ મેપ્સના યૂઝર્સ દ્વારા એપ પર વેક્સીનેશન સેન્ટર્સ સર્ચ કરવા પર તમામ નજીકના સેન્ટર્સ તમારી સ્ક્રીન પર જોવા મળશે.

નવી દિલ્હી: દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના સામે લડવા માટે, આપણા સાવચેતી, સલામતીના ધોરણોને અનુસરવું અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલું જ નહીં, જે લોકોએ વેક્સીન લગાવવાની ના પાડી રહ્યા છે તેમને વેક્સીન લેવી જોઈએ જેથી કોરોનાને માત આપી શકાય. વેકસીન લગાવનારા હંમેશા આ વાત જાણવામાં સમય લગાવે છે કે તેમનું કોરોના સેન્ટર ક્યાં છે. તો બીજી તરફ કોરોના ટેસ્ટિંગ માટે પણ સેન્ટર શોધવા માટે લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે. ગૂગલે તમારી આ બંને સમસ્યાઓનું સમાધાન શોધી કાઢ્યું છે.

વેક્સીનેશનની જાણકારી

1/4
image

તમારી આસપાસ વેક્સીનેશન ક્યાં થઈ રહ્યું છે, તની જાણકારી તમને ગૂગલ મેપ્સ દ્વારા મળી જશે. ગૂગલ મેપ્સના યૂઝર્સ દ્વારા એપ પર વેક્સીનેશન સેન્ટર્સ સર્ચ કરવા પર તમામ નજીકના સેન્ટર્સ તેમની સ્ક્રીન પર જોવા મળશે. આ એપ યૂઝર્સને તેની તમામ જાણખારી આપશે કે સેન્ટર ખુલ્લુ છે કે નહીં.

મળશે ફોન નંબર

2/4
image

Google Maps માં સેન્ટરના ફોન નંબર પણ મળશે. આ કારણથી તે તપાસ માટે જતા પહેલા સેન્ટરમાં ફોન કરી તપાસ સંબંધી જાણખારી મેળવી શકે છે. તેમાં તમને લેબ સેન્ટરનો ફોન નંબર અને તેમના કામ કરવાના સમય વિશે પણ જાણકારી મળી જશે.

આ રીતે પણ મેળવી શકો છો જાણકારી

3/4
image

તમારા ફોનમાં ગૂગલ એપમાં અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ “COVID 19 vaccine” ટાઈપ કરી સર્ચ પર ક્લિક કરો. ત્યારબાદ તમને “Where to Get it” ની ટેબ દેખાશે જેના પર ક્લિક કર્યા બાદ તમારી આસપાસની તમામ હોસ્પિટલોનું લિસ્ટ સામે આવી જશે જ્યાં કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે.

અન્ય સેન્ટર

4/4
image

તમને “More places” નો પણ વિકલ્પ મળશે જેના પર ક્લિક કરી તમે અન્ય કોરોના વેક્સીન સેન્ટર વિશે પણ જાણકારી મેળવી શકો છો.