Surat Rain: આગાહી વચ્ચે સુરતમાં તૂટી પડ્યો વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ખાડી ઓવરફ્લો
Gujarat Weather Forecast ચેતન પટેલ/સુરત : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, ભારે પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સુરત જિલ્લા ના કામરેજ તાલુકામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. વલથાણ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે વાહન ચાલકોએ હેડ લાઇન ચાલુ રાખવાની નોબત. ભારે વરસાદને પગલે વિઝીબલિટી ડાઉન થઈ છે. તો હવામાન વિભાગે જિલ્લામાં ૩ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને લઈ જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Trending Photos