Gujarat Rain: મેઘરાજા ફરી પાછા ગુજરાતને ધમરોળશે, આ 4 દિવસ સાચવી લેજો....નહીં તો હેરાન પરેશાન થશો

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત ક્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો. 

1/4
image

ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ક્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો. 

આ તારીખોએ ભારે વરસાદની આગાહી

2/4
image

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં છુટાછવાયો વરસાદ પડશે. પરંતુ 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16થી 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેશે. બીજી બાજુ રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

3/4
image

અત્રે જણાવવાનું કે રાજ્યમાં વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. તથા અમદાવાદ, ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતના ભાગો માટે વ્યક્ત કરી છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં હળવા કે સામાન્ય વરસાદ સાથે ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. 

4/4
image

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદ રહેવાની સંભાવના છે અને તેની સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. જોકે, રાજ્યના અન્ય ભાગો માટે નજીકના દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ છે. તેમજ અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.