સંભાળીને રહેજો...3 દિવસ ભારે! સુરત, નવસારી, દ્વારકા સહિત આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી

1/5
image

મેઘરાજા ગુજરાતની બરાબર ઘમરોળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહશે. ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ રહશે. હવામાનના આગાહીકાર અંબાલાલે પણ આ વખતે ચિંતાજનક આગાહી કરી છે.   

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

2/5
image

સુરત, વલસાડ,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દ્વારકા, પોરબંદર,જામનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા માં પણ ભારે વરસાદ રહશે. 

આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી

3/5
image

આવતી કાલ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે અતિભારે વરસાદ નોંધાશે. 24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. 

3 સિસ્ટમ સક્રિય

4/5
image

અત્રે જણાવવાનું કે ઇસ્ટ વેસ્ટ ટ્રફ, સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં અત્યાર સુધી 65 ટકા થી વધુ વરસાદ નોંધાયો છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.   

નવસારીને હજુ વધુ ઘમરોળશે મેઘરાજા

5/5
image

નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં પણ અતિભારે વરસાદ ની આગાહી કરાઈ છે.