14 નિષ્ફળ આઇવીએફ, 1 ડિવોર્સ અને 13 વર્ષ નાનો બીજો પતિ! છતાં ઇર્ષા આવે એવું ખુશખુશાલ જીવન

1/10
image

2 ડિસેમ્બર, 1970ના દિવસે મુંબઈમાં જન્મેલી કાશ્મીરા શાહનો આજે જન્મદિવસ છે. ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકને પરણેલી કાશ્મીરા આજે રાયન અને ક્રિશાંક નામના બે દીકરાઓની માતા છે. રાયન અને ક્રિશાંકનો જન્મ સરોગસીથી થયો છે અને કાશ્મીરા તેમજ કૃષ્ણા તેના પરિવાર સાથે ખુશ છે.

2/10
image

કૃષ્ણા અને કાશ્મીરા હાલમાં જ સરોગસીની મદદથી જુડવા બાળકોના માતા-પિતા બન્યા છે અને તેઓ હવે એક દીકરીને દત્તક લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કૃષ્ણા અને કાશ્મીરાએ 2013માં અમેરિકાના લાસ વેગસમાં લગ્ન કર્યા હતા.  

3/10
image

આજે ખુશહાલ જીવન જીવી રહેલી કાશ્મીરાનું જીવન બહુ રસપ્રદ છે. પોતાના કરતા 13 વર્ષ નાના કૃષ્ણા સાથે બીજા લગ્ન કરનાર કાશ્મીરા તેના જીવનમાં એક ડિવોર્સ તેમજ 14 નિષ્ફળ આઇવીએફનો બોજ સહન કરી ચૂકી છે. ભારે સંઘર્ષ પછી તે હાલમાં ખુશહાલ જીવન જીવી રહી છે.

4/10
image

કભી કભી પ્યાર કભી કભી યારની એક્ટ્રેસ કાશ્મીરાના પ્રથમ લગ્ન બ્રાડ લિસ્ટરમેન સાથે થયાં હતાં. કહેવાય છે કે કાશ્મીરાએ દગો દેતા આ લગ્નજીવનનો અંત આવ્યો હતો. કાશ્મીરાએ સ્વીકાર કર્યો હતો કે ટેલિવિઝન કોમેડી સ્ટાર કૃષ્ણા અભિષેક સાથે વન-નાઈટ સ્ટેન્ડ બાદ પ્રેમમાં પડી હતી. કાશ્મીરા અને કૃષ્ણાએ સાત વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા પછી લગ્ન કર્યા હતા. આ કાશ્મીરના બીજા પણ કૃષ્ણાના પહેલા લગ્ન હતા. 

5/10
image

એક ઇન્ટરવ્યૂમાં કાશ્મીરાએ એ વાતનો ખુલાસો કરતા કહ્યુ હતું કે, તેની અને કૃષ્ણાની લવ સ્ટોરી ઘણી અલગ છે. કૃષ્ણા સાથે વન નાઇટ સ્ટેન્ડ બાદ તેને પ્રેમનો અનુભવ થયો હતો. 

6/10
image

કાશ્મીરાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ઔર પપ્પુ પાસ હો ગયા’ ફિલ્મના સેટ પર અમારી મુલાકાત થઇ હતી. ડિરેક્ટર સજન સોનીજી મારી પાસે ફિલ્મની ઓફર લઇને આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યુ કે મારી સામે કૃષ્ણા છે. આ રીતે અમારી પ્રથમ મુલાકાત થઇ.

7/10
image

કોમેડિયન કૃષ્ણા અભિષેકે વેસ્ટ હોલિવુડ અર્થાત્ કે કેલિફોર્નિયામાં નવુ ઘર ખરીદ્યું છે. તેની બહેને ઘરની તસવીર પણ શેર કરી હતી.

8/10
image

કૃષ્ણા અને કાશ્મીરા હાલમાં જ સરોગસીની મદદથી જુડવા બાળકોના માતા-પિતા બન્યા છે અને તેઓ હવે એક દીકરીને દત્તક લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કૃષ્ણા અને કાશ્મીરાએ 2013માં અમેરિકાના લાસ વેગસમાં લગ્ન કર્યા હતા.

9/10
image

બાળકો માટે કૃષ્ણા અને કાશ્મીરાએ ત્રણ વર્ષમાં 14 વખત આઇવીએફ ટેકનોલોજીની મદદ લીધી હતી પણ સફળતા નહોતી મળી. આ પ્રક્રિયાને કારણએ કાશ્મીરાનું વજન પણ વધી ગયું હતું. આખરે સલમાન ખાનની સલાહ માનીને કૃષ્ણા અને કાશ્મીરાએ સરોગસીનો વિકલ્પ અપનાવ્યો હતો.

10/10
image

હાલમાં કાશ્મીરા જીવનની સમસ્યાઓનો સામનો કરીને ખુશહાલ જીવન ગાળી રહી છે.