રંગીલા રાજકોટની રંગીલી દિવાળી, રાજકોટવાસીઓએ 2 કિમીનો રસ્તા રંગોળીથી સજાવ્યો
રંગોળી જોવા માટે આવેલા લોકો ખાસ સિસ્ટમ રાખવામાં આવ છે. લોકો ક્યુઆર કોડના આધારે ઓનલાઈન વોટિંગ કરી શકશે
ગૌરવ દવે/રાજકોટ :આજથી દિવાળી (Diwali) ના પર્વનો પ્રારંભને લઈને રાજકોટ મનપા દ્વારા મોટું આયોજન કરાયુ છે. મહાનગરપાલિકા દ્વારા પણ તહેવારની ઉજવણી કરાઈ છે. રેસકોર્સ રિંગરોડ ખાતે ખાસ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રંગોળી (rangoli) સ્પર્ધામાં 400 લોકોએ ભાગ લીધો હતો. અલગ-અલગ કલાકારોએ અલગ-અલગ રંગોળી બનાવી હતા. જેમાં દેશભક્તિ, કોરોના મહામારી, વેક્સિનેશન રેકોર્ડ, સરદાર, મહાત્મા ગાંધીજીની સહિતની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
મનપા કમિશનર (rajkot palika) દ્વારા આજે સાંજે રંગોળી સ્પર્ધા ખુલ્લી મુકવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સહિતના આગેવાનો પણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
લગભગ 2 કિલોમીટરથી વધુ વિસ્તારમાં રંગોળી સ્પર્ધા યોજાશે. ખાસ વાત તો એ છે કે, છેક દિવાળીના તહેવાર સુધી રંગોળી સ્પર્ધા ચાલશે. રંગોળી જોવા માટે આવેલા લોકો ખાસ સિસ્ટમ રાખવામાં આવ છે. લોકો ક્યુઆર કોડના આધારે ઓનલાઈન વોટિંગ કરી શકશે.
Trending Photos