અવેરનેસ પ્રોગ્રામ : હેલમેટ પહેરનારને રાજકોટ પોલીસે ગણપતિ બાપ્પા બનીને ખવડાવ્યા લાડુ

હાલ સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને દંડવામાં આવી રહ્યા છે. હેલમેટ વગર નીકળવા, નો પાર્કિંગમાં પાર્ક કરવું, સીટ બેલ્ટ ન બાંધવા જેવા અનેક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા હાલ રાજ્યના મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક અધિકારીઓ ઉભા જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ, ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવાઈ રહ્યાં છે. જેમાં રાજકોટવાસીઓમાં ટ્રાફિક અવેરનેસ માટે શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હેલમેટ પહેરનારા લોકોને લાડુ ખવડાવી સન્માનિત કરાયા હતા.

રક્ષિત પંડ્યા/રાજકોટ :હાલ સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને દંડવામાં આવી રહ્યા છે. હેલમેટ વગર નીકળવા, નો પાર્કિંગમાં પાર્ક કરવું, સીટ બેલ્ટ ન બાંધવા જેવા અનેક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા હાલ રાજ્યના મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક અધિકારીઓ ઉભા જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ, ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવાઈ રહ્યાં છે. જેમાં રાજકોટવાસીઓમાં ટ્રાફિક અવેરનેસ માટે શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હેલમેટ પહેરનારા લોકોને લાડુ ખવડાવી સન્માનિત કરાયા હતા.

1/2
image

રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિક પોલીસની ટીમ ઉભી હતી. જેઓ હેલ્મેટ પહેરી વાહન ચલાવતા લોકોને લાડુ ખવડાવતા હતા, અને બાદમાં સન્માનિત કરતા હતા. શહેર પોલીસનો આ અવેરનેસ કાર્યક્રમ એટલા માટે ખાસ બની રહ્યો હતો કે, પોલીસ જવાન ગણેશ ભગવાનના વેશમાં જોવા મળ્યા હતા. ગણેશ ભગવાનનો મુખવટો પહેરીને તેઓ પ્રસાદરૂપે લાડુ આપતા હતા. 

2/2
image

રાજકોટ પોલીસની આ પહેલને રાજકોટવાસીઓએ પણ બિરદાવી હતી. રસ્તા પર ઉભા રહીને લાડુ ખાવાનો આનંદ લોકોએ માણ્યો હતો.