30 વર્ષ બાદ શનિની નજીક આવશે આ શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાને અપાવશે કુબેરના ભંડાર, અપાર ધનલાભ થશે!

વૈદિક જ્યોતિષ મુજબ ડિસેમ્બરમાં શુક્ર અને શનિની યુતિ બની રહી છે. જેનાથી 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને પોતાના મિત્ર અને શત્રુ ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિ ગ્રહ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે. જ્યારે ડિસેમ્બરમાં શુક્ર ગ્રહ કુંભ  રાશિમાં પ્રવેશ કરશે. આવામાં કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિ બનશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...  

કુંભ રાશિ

2/5
image

કુંભ રાશિવાળા માટે શુક્ર અને શનિની યુતિ લાભકારી સિદ્ધ  થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન  ભાવે બનવા જઈ રહી છે. આથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સાથે જ આ સમય દરમિયાન તમારા ધન ભંડોળમાં પણ વધારો થઈ શકે છે. પૈસાની બચત કરવામાં પણ સફળ રહેશો. આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી રહેશે અને કાર્યક્ષેત્રે પણ તમારા પ્રદર્શનમાં સુધારો થશે. પરિણીતો માટે વૈવાહિક જીવન શાનદાર રહેશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. મોટા મોટા લોકો સાથે સંપર્ક થઈ શકે છે.   

વૃષભ રાશિ

3/5
image

શુક્ર અને શનિનો સંયોગ વૃષભ  રાશિવાળા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવે બની રહ્યો છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને નોકરીની તકો મળી શકે છે. આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી સાબિત થશે અને કાર્યક્ષેત્રે પણ તમારા પ્રદર્શનમાં સુધારો થશે. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. નવા ઓર્ડર મળી શકે છે. 

મિથુન રાશિ

4/5
image

મિથુન રાશિવાળા માટે શનિ અને શુક્રનો સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. લેવાયેલા નિર્ણયો પ્રશંસા અપાવી શકે છે. ધર્મ કર્મ તથા આધ્યાત્મમાં રસ વધશે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે અને તમને કરજ ચૂકવવામાં સફળતા મળી શકે છે.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.