ગોવા-મુંબઈ છોડો...ગુજરાતના આ 2 બીચ છે એકદમ જબરદસ્ત, વિદેશ જેવા લાગશે, Photos જોઈને દંગ રહી જશો

ગુજરાતમાં આમ તો અનેક બીચ આવેલા છે પરંતુ આ 2 બીચ એવા છે કે જે સુંદરતા તથા સ્વસ્છતામાં ભલા ભલા બીચને પાછળ પાડે તેવા છે. વિદેશના બીચો અને ગોવા સુધી લાંબા થતા લોકો માટે ગુજરાતના આ બીચ અદભૂત સૌંદર્ય પૂરું પાડે તેવા છે. ભારતે પહેલીવાર દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. બીજો બીચ પણ અદભૂત સૌંદર્ય ધરાવે છે. 

શિવરાજપુર બીચ

1/8
image

દેવભૂમિ દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો આ બીચ તમને વિદેશના કોઈ પણ બીચની યાદ અપાવી દે તેવો અદભૂત અને સુંદર બીચ છે.   

બ્લુ ફ્લેગ

2/8
image

ગુજરાતના પ્રખ્યાત બીચમાંથી એક છે જેને બ્લુ ફ્લેગનો દરજ્જો મળેલો છે. તે સફેદ રેતીનો બીચ છે. આ બીચ એકદમ રળિયામણો, શાંત અને કુદરતના અદભૂત સૌંદર્યનો સમન્વય ધરાવતો બીચ છે. 

શુ છે આ બ્લુ ફ્લેગ બીચ

3/8
image

બ્લુ ફ્લેગ બીચ એક સર્ટિફાઈડ પ્રોગ્રામ છે. જેમાં એવું નક્કી થાય છે કે બીચ સંપૂર્ણ રીતે સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે. આ માટે કુલ 32 ક્રાઈટેરિયા હોય છે. જે પૂરા થાય પછી તેની દરખાસ્ત મૂકાય છે. જે 32 પેરામીટર હોય છે જેને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે. ત્યારબાદ તે સ્થળને બ્લુ ફ્લેગની માન્યતા મળતી હોય છે. આ બીચ માટે વિઝિટિંગ અવર્સ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના હોય છે. તેની એન્ટ્રી ફી 30 રૂપિયા છે.

કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે

4/8
image

આ બીચ પર સ્કુબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ, અને આઈલેન્ડ ટુર જેવી પ્રવૃત્તિઓ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેી મંદિર અને દ્રારકા સનસેટ પોઈન્ટ જેવા પ્રવાસન સ્થળો પણ આવેલા છે. 

માધવપુર બીચ

5/8
image

ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો અહીં આવેલા છે. આવો જ એક બીજો બીચ છે પોરબંદરનો માધવપુર બીચ. આ બીચ એટલો સુંદર છે કે અહીં સિરિયલ, જાહેરાત, ફિલ્મોનું શુટિંગ પણ થાય છે.   

ભગવાન શ્રીકૃષ્ણની લગ્નભૂમિ

6/8
image

માધવપુર ધેડ એક મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. તેની આજુબાજુના પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હ્રદયને ભરી દેતું માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારેબાજુ પથરાયલું જોવા મળે છે. આ ભૂમિ ખાસ તો ભગવાન શ્રીકૃષ્ણની લગ્નભૂમિ તરીકે વધુ પ્રખ્યાત છે. 

પૌરાણિક મંદિર

7/8
image

માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ ભગ્ન મંદિર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું મંદિર ગણાય છે. 

ચોક્કસ મુલાકાત લેવા જેવો બીચ

8/8
image

જો તમે પોરબંદર આવો તો ચોક્કસપણે આ બીચની મુલાકાત લેવી જોઈએ. ગુજરાતના આ બંને બીચ તમને ગોવા અને મુંબઈના બીચ પણ ભૂલાવી દેશે.