PHOTOS ટ્રમ્પ- શી જિનપિંગની મુલાકાત રંગ લાવી, 'મોટી' સમસ્યાનું આવી ગયું સુખદ સમાધાન

બ્યુનસ આયર્સ: અમેરિકા અને ચીને એક જાન્યુઆરી બાદ નવી ડ્યૂટી નહીં લગાવવા પર સહમતિ વ્યક્ત કરી છે. 

ચાઈના ડેઈલી અને ચીનના આંતરરાષ્ટ્રીય પ્રસારણકર્તા સીજીટીએને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમકક્ષ શી જિનપિંગ એક જાન્યુઆરી બાદ નવા ટેક્સ પર રોક લગાવવા પર સહમત થયા છે. 

1/4
image

આ સહમતી એવા સમયે બની છે કે જ્યારે અમેરિકા ચીન પર 200 અબજ ડોલરના નવા ટેક્સ લગાવવાની તૈયારીમાં છે. 

2/4
image

વ્હાઈટ હાઉસે જી-20 શિખર સંમેલનથી અલગ થયેલી આ બેઠકના પરિણામોને લઈને કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર લૈરી કુડલોએ કહ્યું છે કે આ બેઠક ખુબ સકારાત્મક રહી. 

3/4
image

અત્રે જણાવવાનું કે જી20 સંમેલનથી અલગ ટ્રમ્પ અને શી જિનપિંગે બેઠક કરી હતી. જેમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા. 

4/4
image

આ નિર્ણયોમાં ચીન પર 90 દિવસો માટે 200 અબજ ડોલરના સામાન પર ટેક્સ લગાવવાની યોજના પર રોકનો નિર્ણય પણ સામેલ રહ્યો (ઈનપુટ ભાષા)