આ છે બરબાદીના દ્રશ્યો! ધોધમાર વરસાદ બાદ વડોદરા સરોવરમાં ફેરવાયું, જાણો કયા કેવું છે નુકસાન

Vadodara Heavy Rains: વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ શહેર સરોવરમાં બદલાઈ ગયું હતું. શહેરની વિશ્વામિત્રી નદી બે કાંઠે થતાં નદીના પાણી શહેરમાં ઘૂસી જતાં અનેક સોસાયટીઓ અને બજારોમાં જળબંબાકાર થઈ ગયું હતું. જો કે હવે પાણી ઓસરી ગયા છે. પરંતુ પાણી ઓસર્યા બાદ બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે. ઘરમાં માલસામાન બગડી ગયો છે તો દુકાનમાં માલને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે જુઓ પાણી ઓસર્યા બાદ નુકસાનીનો આ અહેવાલ

1/6
image

વડોદરામાં ધોધમાર વરસાદ બાદ પુરના પાણીએ શહેરને પોતાના તાંબામાં કરી દીધું હતું. શહેરનો એવો કોઈ વિસ્તાર કે એરિયા નહતો કે જ્યાં પાણી ભરાયેલું ન હતું. પરંતુ હવે જ્યારે પાણી ઓસર્યા છે તો બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે. 

2/6
image

શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનોમાં તમામ ફર્નિચર કોહવાઈ ગયું છે. વેપારીને અંદાજિત 12 લાખ જેટલું નુકસાન ગયું છે. તો રાજસ્થંભ સોસાયટીમાં એક એક ઘરને 10 હજારથી લઈ એક લાખ સુધીનું નુકસાન ગયું છે.

3/6
image

વડોદરાની રાજસ્થંભ સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાથી અહીં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા. આ સોસાયટી અને સોસાયટીના ઘરોમાં અઢીથી ત્રણ ફુટ જેટલા પાણી ભરાયેલા હતા. જેના કારણે સોસાયટી જાણે સરોવર બની ગઈ હતી. કોઈ એવું ઘર બાકી નહતું કે જેમાં પાણી ન હોય. લોકોએ ઘરવખરી બચાવવા માટે ઉંચાઈવાળી જગ્યા પર સિફ્ટ કરી હતી પરંતુ પાણી એટલું હતું કે ઊંચાઈ પર મુકેલો સામાન પણ પલળી ગયો હતો.

4/6
image

વડોદરામાં વરસાદ બાદ મોટા પાયે નુકસાન થયું છે. આ નુકસાનીની સહાય માટે શહેરીજનો માગ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવાની માગણી કરી છે. 

5/6
image

સાંસદ જોષીએ માગ કરી છે કે ભારે વરસાદથી લોકોને મોટા પાયે નુકસાન ગયું છે. આર્થિક, સ્વાસ્થ્ય અને માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાની વાત સાંસદે પોતાના પત્રમાં કરી છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર ક્યારે સર્વે કરે છે અને ક્યારે તેનું વળતર ચુકવે છે.  

6/6
image