pre monsoon work

હવામાન ખાતાની આગાહી જુઓ, આજથી ચાર દિવસ કેવો રહેશે વરસાદ

ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે વરસાદનું જોર હવે ગુજરાતમાં નબળુ પડવા લાગ્યું છે. હવામાન ખાતાની માહિતી મુજબ, આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 

Aug 17, 2019, 03:52 PM IST

અમદાવાદ : વિશાળ લીમડાનું વૃક્ષ રીક્ષા પર પડતા ચાલકનું ઓન ધી સ્પોટ મોત

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક અજીબ ઘટના બની હતી. મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર આવેલ વિશાળ લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું હતું. લીમડાનું વિશાળ વૃક્ષ રોડ પરથી પસાર થઈ રહેલા રીક્ષા પર પડ્યું હતું. આ ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. અન્ય બે લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. આ ઘટના બાદ પોલીસે મણિનગર જતો રસ્તો બંધ કરાવ્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઝાડ નીચે દબાયેલ રિક્ષામાંથી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. 

Aug 11, 2019, 01:18 PM IST

વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, લોકોના ઘરોમાં ઘૂસ્યા વિશ્વામિત્રીના પાણી

વડોદરામાં ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના માથે ફરીથી પાણીનું સંકટ છે. ગઈકાલે વિશ્વામિત્રીની સપાટી ભયજનક લેવલ ક્રોસ કરી ગઈ હતી, જેણે કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે હવે વડોદરામાં ફરીથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રીની સપાટી 30.25 ફૂટે પહોંચી ગઈ છે. જેને પગલે અનેક ઘરોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ગયા છે. 

Aug 11, 2019, 09:18 AM IST

Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા

મોરબીમાં દીવાલ નીચે દબાઈ જવાની ઘટનાથી સાત લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે દીવાલ તૂટી પડી હતી. જેની નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, તો બીજી તરફ 10 લોકોને દીવાલ નીચેથી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા છે. 

Aug 10, 2019, 04:02 PM IST

11ના મોત, 6000નું સ્થળાંતર : ગુજરાતના માથે હજી પણ આગામી 48 કલાક ભારે વરસાદનું સંકટ

રાજ્યમાં ગઈકાલથી સર્વત્ર વરસાદી માહોલ છે. ત્યારે હજી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક ભારે પડી શકે છે. આ 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

Aug 10, 2019, 03:03 PM IST

વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી ક્રોસ કરી, લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ

વડોદરામાં વરસાદે બીજો રાઉન્ડ શરૂ કરતા જ વિશ્વામિત્રી નદીની સપાટી 25 ફૂટ પર પહોંચી ગઈ છે. શહેરમાં મોડી રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે શહેરીજનો ચિતિંત થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર ડેમની સપાટી વધીને 212.90 ફૂટ થઈ છે. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 10 હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટ થઈ છે. વડોદરામાં 24 કલાકમાં વરસ્યો સવા ચાર ઈંચ વરસાદ વરસી પડ્યો છે. જેના પગલે તંત્રએ સ્કુલ કોલેજોમાંથી વિધાર્થીઓને છોડી મૂકવાના આદેશ કર્યા હતા. જોકે, હાલ વરસાદે વિરામ લીધો છે. 

Aug 10, 2019, 11:25 AM IST

રાજકોટમાં ધોધમાર વરસાદ : ન્યારી ડેમમાંથી પાણી છોડાતા 19 ગામોને એલર્ટ કરાયા

ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે, જેમાં રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમા 24 કલાકમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. હજી પણ રાજકોટ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં આજે ભારે વરસાદને લઈને શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સ્કૂલોના સંચાલકોએ વરસાદને પગલે આ નિર્ણય લીધો છે.

Aug 10, 2019, 10:53 AM IST

મોન્સૂન બ્રેકિંગ : બરવાળામાં 15 ઈંચ, મહુધા-ધંધુકામાં 13 ઈંચ, કડી-ગઢડામાં 12 ઈંચ, રાણપુર-ગળતેશ્વરમાં 10 ઇંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મલ્હાર યથાવત. રાજ્યના 228 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. બરવાળામાં 15 ઇંચ, મહુધા-ધંધુકામાં 13 ઈંચ, કડી-ગઢડામાં 12 ઈંચ, રાણપુર-ગલતેશ્વર માં 10 ઇંચ વરસાદ

Aug 10, 2019, 10:22 AM IST

અમદાવાદ : બોપલમાં સુધા ફ્લેટની દિવાલ પડી, 4 લોકોના મોત

અમદાવાદમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ અટકવાનુ નામ નથી લેતો. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થઈ છે. બોપલના સુધા ફ્લેટની દિવાલ પડતાં ચાર લોકોનાં મોત થયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Aug 10, 2019, 09:11 AM IST

સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ

ભારે વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લઈ લીધું છે. ગુજરાતભરમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ એવા વિસ્તાર હશે, જ્યાં વરસાદ નહિ હોય. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. રાજકોટમાં પણ વરસાદ અનરાધાર 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર પંથક પણ 7 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું છે. તો બોટાદ પંથકમાં 10 થી 15 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Aug 10, 2019, 08:28 AM IST

વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, વિશ્વામિત્રીની સપાટી વધી, વિદ્યાર્થીઓને છોડી દેવાના આદેશ અપાયા

વડોદરામાં તાજેતરમાં જ ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે હવે ગઈકાલ સાંજથી ફરી વડોદરામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ પર પહોંચી ગઈ છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડવાના આદેશ આપવામાં આવ્યા છે.

Aug 9, 2019, 02:22 PM IST

7 ઈંચ વરસાદથી છોટાઉદેપુરમાં પાણીની રેલમછેલ, હેરણ નદીમાં ઘોડાપૂર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, કવાંટમાં સવારથી બપોર સુધી 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઇ કવાંટ નગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો મામલતદાર કચેરી સંકુલમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદને લઇ પરિસ્થિતિનો તાગ મેળવવા ખુદ જિલ્લા કલેક્ટરે અધિકારીઓની ટીમ સાથે કવાંટનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે.

Aug 4, 2019, 03:39 PM IST

નવસારીમાં પૂરની સ્થિતિ : 29 લોકોને એરલિફ્ટ કરાયા, બોટ પલટી જતા NDRFના જવાન અને સ્થાનિક પાણીમાં તણાયા

દક્ષિણ ગુજરાતમાં હાલ હવામાન ખાતાની આગાહી મુજબ સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવસારીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. ઠેરઠેર પાણી ભરાવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના રેસક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. 

Aug 4, 2019, 03:14 PM IST

ભરૂચ : ભારે વરસાદમાં દિવાલ તૂટી પડતા 3 માસુમ બાળકીઓના મોત

ભરૂચમાં સતત 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભરૂચના વાગરા તાલુકામાં કાચા મકાનોની એક દિવાલ તૂટી પડતા 3 માસુમ બાળકીઓના મોત નિપજ્યા છે. તો બીજી તરફ, ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે 1442 લોકોનું સ્થળાંતર કરાયું છે. હાંસોટ માં 952, આમોદમાં 241 અને જંબુસરમાં 250 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. 

Aug 4, 2019, 11:37 AM IST

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારી-વલસાડ-સુરતમાં કમર સુધીના પાણીમાં લોકો ફસાયા

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 188 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16.5 ઈંચ નોંધાયો છે. ખંભાતમાં 15 ઈંચ, ઓલપાડમાં 13 ઈંચ વરસાદ, વઘઇમાં 12 ઈંચ, માંગરોળમાં 11 ઈંચ તેમજ વાંસદા, વાપી અને કપરાડામાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

Aug 4, 2019, 11:12 AM IST

સુરતના ઓલપાડમાં 4 કલાકમાં 11 ઈંચ વરસાદ, NDRFની ટીમ સુરત મોકલાઈ, સ્કૂલોમાં રજા જાહેર

સુરત શહેરમાં સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદે સુરત શહેરને બાનમાં લીધું છે. સુરતના અનેક વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. સૌથી વધુ કપરી હાલત સુરતના ઓલપાડ વિસ્તારની છે. ઓલપાડ તાલુકામાં સવારે 6 થી 10 વાગ્યા શુધી માં 11 ઇંચ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. 

Aug 3, 2019, 12:01 PM IST

દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન : કપરાડામાં 10.44 ઈંચ, સુરતના માંગરોળમાં 11 ઈંચ વરસાદ

વડોદરા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, ઉમરગામ, કપરાડા, ડાંગ વગેરેમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. સૌથી વધુ કપરાડામાં 10.44 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો વઘઇમાં 7.36 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વાપીમાં 9.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. 

Aug 3, 2019, 09:45 AM IST

વડોદરામાં પૂરના પાણી ઓસરતા જ મહાસફાઈ અભિયાન શરૂ કરાશે, અન્ય શહેરના સફાઈ કર્મચારીઓ પણ જોડાશે

વડોદરામાં 20 ઈંચ વરસાદ પછી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને તો નુકસાન થયું જ છે. પરંતુ તેમના વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાનો અંદાજ છે. એક અંદાજ પ્રમાણે ભારે વરસાદના કારણે વડોદરામાં 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયુ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે આભ ફાટતાં વડોદરાને ભારે નુકશાન થયું છે. હાલ વડોદરાના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી 29.90 ફૂટ પર પહોંચી છે, તો આજવા સરોવરની સપાટી 211 ફૂટ પર પહોંચી છે. વિશ્વામિત્રીનું જળસ્તર ઘટતા પાણી ઉતર્યા, ત્યારે પૂર બાદ કોઈ રોગચાળો ન ફાટે તે માટે વડોદરા કોર્પોરેશન મહાસફાઈ  અભિયાન શરૂ કરાશે. આ સફાઈ અભિયાનમાં માત્ર વડોદરાના જ નહિ, પરંતુ અમદાવાદ, સુરતના સફાઈ કર્મીઓ પણ જોડાઈને સફાઈ કરશે. 

Aug 3, 2019, 08:31 AM IST

વરસાદની આફતમાં વડોદરા પોલીસનું સિંઘમ રૂપ જોવા મળ્યું

વડોદરામાં વરસાદ આફત બનીને વરસી પડ્યો હતો. 20 ઈંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. આવામા ગુજરાત સરકારે મદદ માટે આખી ફૌજ ઉભી કરી દીધી હતી. એનડીઆરએફની ટીમ સતત 24 કલાક ખડેપગે લોકોને રેસ્ક્યૂ કરવા માટે તૈયાર રહી છે. ત્યારે આ પૂરમાં પોલીસ વિભાગના કેટલાક ઓફિસર્સ અનસંગ હીરોઝ બનીને ઉભર્યા છે. ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યૂની અનોખી કામગીરી કરવામાં આવી છે. વડોદરાના પોલીસના આ કર્મચારીઓ અનોખી રેસ્ક્યૂ કામગીરી કરીને લોકોમાં છવાઈ ગયા છે. 

Aug 2, 2019, 04:31 PM IST

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર, કપરાડમાં 4 ઈંચ, ઉનામાં 5 ઈંચ વરસાદ

હવામાન વિભાગની રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી વચ્ચે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 10-12 બે કલાકમા સુરતના મરોલીમા 2 ઈંચ વરસાદ અને ગીર સોમનાથના ગીર ગઢડામા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડના પારડીમાં, વાપીમાં નવસારીના ચીખલીમા 1 ઈંચ, અમરેલીના લાઠી-વાડીયામાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ કપરાડામા 4 ઈંચ, જ્યારે કે વલસાડના પારડીમાં 3.5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 

Aug 2, 2019, 01:50 PM IST