ગુજરાતના આ હિલ સ્ટેશન સામે કાશ્મીરની વાદી પણ ફિક્કી લાગશે, ચોમાસામાં વાદળો સીધા નીચે ઉતરી આવે છે

Monsoon Travelling ઉમેશ પટેલ/વલસાડ : વલસાડનો ધરમપુર તાલુકામાં સારા વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી... વિલ્સન હિલના 3600 ફૂટની ઉંચાઈએથી આકાશી દ્રશ્યો સામે આવ્યા.... મનોરમ્ય નજારો જોઈને પ્રવાસીઓએ રોમાંચનો અનુભવ કર્યો...

1/8
image

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતળિયાળ વિસ્તારો સોળે કળાએ ખીલી છે. ત્યારે ધરમપુર તાલુકા ખાતે આવેલ વિલ્સન હિલ 3600 ફૂટની ઊંચાઈથી આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વાદળો વચ્ચે આવેલ લીલાછમ પહાડો જાણે વિલ્સન પહાડે લીલી અને સફેદ  ચાદર ઓઢી હોય એવું લાગી રહ્યું છે.

2/8
image

ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે મોટાભાગના લોકો હિલ સ્ટેશન ખાતે ચોમાસાની મજા માણવા અને કુદરતી નજારો જોવા માટે ગુજરાતની બહાર આવેલા હિલ સ્ટેશન જતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ હિમાચલ જેવા હિલ સ્ટેશનો ઘણા છે. તેમાનો એક વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ વિલ્સન હિલ. ચોમાસામાં ગુજરાતના ઘણા એવા સ્થળો છે જ્યાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. એવા હિલ સ્ટેશનો કે જેની અનુભૂતિ કરવા માટે એકવાર અચૂક મુલાકાતે સહેલાણીઓ આવતા હોય છે. ચોમાસું બેસતાની સાથે જ વિલ્સન હિલનો આલૌકિક નજારો સામે આવે છે.

3/8
image

વિલ્સન હિલના પહાડોએ જાણે લીલીચાદર ઓઢી લીધી હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલમાં અહીં હિલ સ્ટેશન ઉપરથી વાદળો પ્રસાર થતા હોય તેવો નજારો સામે આવતા સહેલાણીઓ હિલ સ્ટેશનની મજા માણવા માટે અહી ઉમટી પડતા હોય છે. ગુજરાત જ નહિ, પરંતુ મહારાષ્ટ્રથી પણ લોકો વિલ્સન હિલ પર આવીને જાણે કુદરતના ખોળે આવ્યા હોય તેવો અનુભવ માણે છે. 

4/8
image

દરિયાઇ સપાટીથી 2500 ફૂટની ઉંચાઇએ આવેલા આ હિલ સ્ટેશન સાથે અહીં આવેલ તથા નાના મોટા ધોધ પણ પ્રવાસીઓની મુલાકાતમાં ચાર ચાંદ લગાવી દે છે. 

5/8
image

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે નવા ગિરિમથક તરીકે વિકસી રહેલા વિલ્સન હિલ ખાતે જવાનું મોટી સંખ્યામાં લોકો વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં પર્વતની ટોચ ઉપર અને દરિયાઈ સપાટીથી લગભગ 2500 ફૂટની ઊંચાઈએ આવેલા વિલ્સન હીલ ખાતે આવતા પ્રવાસીઓ સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા આવતા હોય છે.   

6/8
image

ધરમપુરથી વિલ્સન હીલ જવા માટે સાપુતારાની જેમ સર્પાકાર રસ્તાઓ પસાર થતાં હોવાથી સહેલાણીઓ તેની અનોખી રીતે જ મજા માણતા જોવા મળે છે. રસ્તાની બાજુઓ પર જગ્યા મળે ત્યાં પ્રવાસીઓ ઉંચી ટેકરીઓ અને પર્વતો વચ્ચે દેખાતા આહલાદક વાતાવરણ સાથે સેલ્ફી લેવાનું ચુક્તા નથી. ત્યારે વિલ્સન હીલના પહાડો અને રસ્તાઓનો આકાશી નજારો સામે આવ્યો છે. 3600 ફૂટની ઊંચાઈએથી લીધેલા ડ્રોનના આલૌકિક દ્રશ્યો માં કુદરત જાણે સોળે કળાએ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. વાદળો અને લીલાછમ પહાડોની વચ્ચે આવીને જાણે એવું લાગે છે કુદરતના ખોળામાં આપણે આવ્યા હોય. ગાઢ જંગલ વચ્ચે દરિયાઈ સપાટીથી 2500 ફૂટની ઊંચાઈએ આવેલું વિલ્સન હિલ ખીલ્યું, જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી જોવા મળી રહી છે.   

7/8
image

8/8
image