મહત્વના સમાચાર....1 જાન્યુઆરીથી આ લોકોના મોબાઈલમાંથી 'ગાયબ' થઈ જશે WhatsApp!, ફટાફટ કરો આ કામ

1 જાન્યુઆરીથી WhatsApp કેટલાક સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે એટલે કે દેખાશે નહીં. આવું એટલા માટે કારણ કે WhatsApp સ્માર્ટફોન્સ અને આઈફોનના કેટલાક જૂના વર્ઝનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ  કરી દેશે. 

વિરલ રાવલ | Dec 30, 2020, 10:24 AM IST

નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે લોકોની જિંદગીમાં અનેક ફેરફાર આવ્યા છે. માણસોએ બનાવેલી વસ્તુઓની પ્રાસંગિકતા જાળવી રાખવા માટે સમયાંતરે તેના સોફ્ટવેરમાં બદલાવ લાવીને તેના વર્ઝનને અપડેટ કરવું જરૂરી બને છે. સોશિયલ મીડિયા પણ આ સચ્ચાઈથી અલગ નથી આથી વોટ્સએપ સંબંધિત આ માહિતી તમારે જરૂર જાણવી જોઈએ. જો તમને આ વાત ખબર નહીં હોય તો તમે નવા વર્ષે તમારા ઓળખીતા અને મિત્રોને શુભકામનાઓ આપવાનું ચૂકી જશો. વાત જાણે એમ છે કે 1 જાન્યુઆરીથી WhatsApp કેટલાક સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે એટલે કે દેખાશે નહીં. આવું એટલા માટે કારણ કે WhatsApp સ્માર્ટફોન્સ અને આઈફોનના કેટલાક જૂના વર્ઝનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ  કરી દેશે. 

1/6

જૂના વર્ઝનવાળા મોબાઈલ ફોનમાં જોવા નહીં મળે વોટ્સએપ

જૂના વર્ઝનવાળા મોબાઈલ ફોનમાં જોવા નહીં મળે વોટ્સએપ

મેસેજિંગ એપ વોટ્સએપ જૂના સ્માર્ટફોનમાં કામ કરશે નહીં. 

2/6

આ પરેશાનીથી બચી શકાય છે

આ પરેશાનીથી બચી શકાય છે

જો તમે જૂના વર્ઝનવાળા ફોન વાપરી રહ્યા હોવ તો તમારે પણ તેના ફોનના ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે અથવા તો યૂઝર્સે ડિવાઈઝ અપગ્રેડ કરવો પડશે. 

3/6

ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફારની જરૂર

ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફારની જરૂર

Android સ્માર્ટફોન યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને Android 4.0.3 કે તેના ઉપરની ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરવાનું રહેશે. આ બાજુ આઈફોન યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને  iOS 9 કે તેનાથી ઉપર અપગ્રેડ કરવી પડશે. જો તમારો સ્માર્ટફોન તેનાથી વધુ અપડેટ નહીં થતો હોય તો પછી તમારે મોબાઈલ ફોન બદલવાની જરૂર પડી શકે છે. 

4/6

ગેલેક્સી એસ2 અને Droid Razr માં આ એપ કામ નહીં કરે

ગેલેક્સી એસ2 અને Droid Razr માં આ એપ કામ નહીં કરે

રિપોર્ટ મુજબ ખાસ કરીને Samsung Galaxy S2 અને Motorola Droid Razrમાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે. જેની સંખ્યા લાખોમાં હોઈ શકે છે. 

 

 

5/6

iPhone ના જૂના વર્ઝનમાં પણ કામ નહીં કરે વોટ્સએપ

iPhone ના જૂના વર્ઝનમાં પણ કામ નહીં કરે વોટ્સએપ

જે સ્માર્ટફોનમાં વોટ્સએપ કામ નહીં કરે તેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 સામેલ છે. iPhone 4 થી નીચેના મોડલ્સમાં પણ વોટ્સએપ  કામ નહીં કરે.   

 

 

 

6/6

આ રીતે થશે સમસ્યાનું સમાધાન

આ રીતે થશે સમસ્યાનું સમાધાન

સ્માર્ટફોનને લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવું પડશે. ત્યારબાદ લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ કરવા માટે ચેક કરવું પડશે. Apple યૂઝર્સ પણ સેટિંગ્સમાં જાઓ અને General પર ટેપ કરો ત્યારબાદ About પર ટેપ કરીને સોફ્ટવેર વર્ઝન ચેક કરી શકાય છે. આ પ્રકારે તમે તમારા ફોન ચેક કરીને પરેશાનીથી બચી શકો છો.