અમેરિકી મૂળની નથી મેલાનિયા ટ્રમ્પ, જાણો કેવી થઇ હતી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત

ભારતમાં ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પની ખૂબ ચર્ચા થઇ રહી છે. આવો તમને જણાવીએ મેલાનિયા ટ્રમ્પ કોણ છે. 

Feb 25, 2020, 01:11 PM IST

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે ભારતના પ્રવાસ પર છે. ટ્રમ્પ સાથે અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ ભારત આવી છે. ભારતમાં ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પની ખૂબ ચર્ચા થઇ રહી છે. આવો જણાવીએ મેલાનિયા ટ્રમ્પ કોણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મેલાનિયાની પહેલી મુલાકાત ક્યારે થઇ. મેલાનિયા કેટલી ભાષાઓની જાણકાર છે અને મેલાનિયા પહેલાં શું કરતી હતી. 

1/5

મેલાનિયા ટ્રમ્પ

મેલાનિયા ટ્રમ્પ

મેલાનિયા ટ્રમ્પનો જન્મ સેન્ટ્રલ યૂરોપમાં સ્લોવેનિયાના નોવો મેસ્ટોમાં 26 એપ્રિલ, 1970ના રોજ થયો હતો. મેલાનિયાના પિતા સ્લોવેનિયામાં એક કારના બિઝનેસમેન હતા અને મેલાનિયાની માતા બાળકોના કપડાં ડિઝાઇન કરતી હતી. 

2/5

મોડલ રહી ચૂકી છે મેલાનિયા

મોડલ રહી ચૂકી છે મેલાનિયા

મેલાનિયા ટ્રમ્પ પહેલાં મોડલ રહી ચૂકી છે. 16 વર્ષની ઉંમરમાં મેલાનિયાએ મોડલિંગમાં પોતાનું કેરિયર શરૂ કર્યું હતું. 

3/5

ઘણી ભાષાઓની જાણકારી છે મેલાનિયા

ઘણી ભાષાઓની જાણકારી છે મેલાનિયા

મેલાનિયા ટ્રમ્પ ઘણી ભાષાઓની જાણકાર છે. મેલાનિયા ઇંગ્લિશ, સ્લોવેનિયાઇ, ફ્રેન્ચ, સર્બિયન, ઇટાલિયન અને જર્મન ભાષા જાણે છે. 

4/5

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ક્યારે મુલાકાત થઇ

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ક્યારે મુલાકાત થઇ

કહેવામાં આવી રહ્યું છે કે એક ફેશન વીક દરમિયાન ટાઇમ્સ સ્ક્વેરના કિક કેટ ક્લબમાં ટ્રંપે મેલાનિયાની પહેલીવાર મુલાકાત થઇ હતી.

5/5

અમેરિકન નાગરિક બની

અમેરિકન નાગરિક બની

વર્ષ 2006માં મેલાનિયા ટ્રમ્પે અમેરિકાની નાગરિકતા લીધી.