પાર્ટનર સાથે જો 'અંગત પળો' ન વિતાવતા હોવ તો...જાણો શું થઈ શકે છે નુકસાન 

હેલ્ધી ડાયેટ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, ડેઈલી કસરત અને યોગ તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે ખુબ જરૂરી છે. પરંતુ એક કામ આ બધાની સાથે એવું પણ છે કે જે તમને શારીરિક અને માનસિક રીતે હેલ્ધી અને ફિટ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ ડેઈલી લાઈફમાં શારીરિક સંબંધને સામેલ કરવાની. 

પાર્ટનર સાથે જો 'અંગત પળો' ન વિતાવતા હોવ તો...જાણો શું થઈ શકે છે નુકસાન 

હેલ્ધી ડાયેટ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, ડેઈલી કસરત અને યોગ તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે ખુબ જરૂરી છે. પરંતુ એક કામ આ બધાની સાથે એવું પણ છે કે જે તમને શારીરિક અને માનસિક રીતે હેલ્ધી અને ફિટ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ ડેઈલી લાઈફમાં શારીરિક સંબંધને સામેલ કરવાની.  તમને જણાવી દઈએ કે પાર્ટનર સાથે શારીરિક સંબંધ સારી રીતે રહેતા હોય  તો તે તમને હેલ્ધી અને તંદુરસ્ત રાખવામાં ભૂમિકા ભજવી શકે છે. પરંતુ જો તમે મહિનામાં બે  કે ત્રણવાર સેક્સ કરતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. સેક્સ ન કરવાથી કે ખુબ ઓછું કરવાથી શરીરમાં અનેક ફેરફાર જોવા મળતા હોય છે. સેક્સ ન કરવું એ તમારા શરીર પર શું નેગેટિવ અસર કરી શકે છે તે ખાસ જાણો...

તણાવ વધે છે
જો તમે અઠવાડિયામાં ફક્ત એક વાર કે મહિનામાં ત્રણથી પાંચ વાર જ સેક્સ કરતા હોવ તો તે તમારા શરીરમાં તણાવ પેદા કરી શકે છે. સેક્સ ન કરવાથી નકારાત્મક અસર તમારા પાર્ટનર ઉપર પણ પડશે. આ કારણે મૂડ સ્વિંગ, ચિડિયાપણું, ઊંઘ ન આવવી, ભૂખની કમી જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. 

ઈમ્યુનિટી નબળી પડી શકે
શરીરની ઈમ્યુનિટી તમને ગંભીર રોગોથી બચાવવામાં મદદરૂપ થાય છે. જ્યારે તમે પાર્ટનર સાથે સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ ન કરી શકો તો તેનાથીત મારી ઈમ્યુનિટીક્ષમતા પણ નબળી થવા લાગતી હોય છે. તેનાથી  બીમાર પણ જલદી પડવા લાગો છો. 

પોતાના પર સંકોચ કરવા લાગો
શારીરિક સંબંધ યોગ્ય રીતે રહે તો શુકુન અને ખુશીનો અહેસાસ થાય છે. તમે પોતાની જાતને પણ પ્રેમ કરવા લાગો છો. શારીરિક સંબંધ રહેવાથી શરીરમાં ડોપામાઈન નામનું હોર્મોન રિલીઝ થાય છે. બીજી બાજુ જ્યારે તમને મહિના સુધી ન કરો, પાર્ટનરથી દૂર રહેવા લાગો તો શરીર ઉદાસ રહે છે. લોહીનું પરિભ્રમણ ઓછુ થવા લાગે છે. 

ત્વચા ડલ થઈ જાય છે
શારીરિક સંબંધની સૌથી પોઝિટિવ અસર સ્કિન પર જોવા મળે છે. સેક્સ કરવાથી ત્વચામાં નિખાર આવે છે. ડોપામાઈન હોર્મોનનું લેવલ વધવાથી સ્કિન ગ્લો કરે છે. જ્યારે ડેઈલી લાઈફમાં સેક્સનો અભાવ રહે તો ત્વચા ડલ, બેજાન અને કરમાયેલી લાગે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news