Anuradha Nakshatra: શનિના નક્ષત્રમાં 3 ગ્રહોની યુતીથી બનશે શુભ યોગ, આ રાશિના જાતકોને મળશે જબરદસ્ત ફાયદો

Shani Nakshatra: શનિ ગ્રહમાં આ સમયે સૂર્ય, બુધ અને શુક્ર ત્રણેય ગ્રહ બિરાજમાન છે. તેના મિલનથી શુભ યોગ બની રહ્યો છે. તેનાથી ત્રણ રાશિના જાતકોને ફાયદો મળશે. 

Anuradha Nakshatra: શનિના નક્ષત્રમાં 3 ગ્રહોની યુતીથી બનશે શુભ યોગ, આ રાશિના જાતકોને મળશે જબરદસ્ત ફાયદો

નવી દિલ્હીઃ Conjunction of Four Planets: જ્યોતિશ શાસ્ત્રમાં ગ્રહ ગોચર અને નક્ષત્રોને ખુબ મહત્વનું ગણવામાં આવ્યું છે. આ પ્રમાણે કુલ 27 નક્ષત્રો છે. તેની દરેક 12 રાશિઓ પર ઉંડી અસર પડે ચે. અનુરાધા નક્ષત્રને શનિદેવનો માનવામાં આવ્યો છે. આ વખતે તેના આ નક્ષત્રમાં ત્રણેય ગ્રહોનું મિલન થયું છે, એટલે કે આ સમયે સૂર્ય, બુધ અને શુક્ર ત્રણેય ગ્રહ શનિના અનુરાધા નક્ષત્રમાં બિરાજમાન છે. તેના મિલનથી શુભ યોગ બન્યો છે. તેનો પ્રભાવ આમ તો દરેક 12 રાશિઓ પર પડશે, પરંતુ ત્રણ રાશિઓ માટે આ યોગ ભાગ્યનો દરવાજો ખોલવાનો છે. 

મકર
અનુરાધા નક્ષત્રમાં બુધ, સૂર્ય અને શુક્રની યુતિથિ મકર રાશિના જાતકોને જબરદસ્ત લાભ મળશે. ત્રણ ગ્રહોનું મિલન મકર રાશિવાળા માટે ખુબ શુભ માનવામાં આવ્યું છે. આ દરમિયાન તેનું સુઈ ગયેલું ભાગ્ય સાથ આપશે. નોકરી કરનાર અને વેપારીઓને મોટો લાભ થશે. આ દરમિયાન તમારા અટવાયેલા કાર્યો પૂરા થશે. આવક વધશે અને ખર્ચ ઓછો થશે. 

કર્ક
ત્રણ ગ્રહોનું મિલન કર્ક રાશિના જાતકોને પણ ફાયદો કરાવશે. છેલ્લા કેટલાક દિવસથી જે કામ બગડી રહ્યાં હતા, તે કામ હવે પાર પડવાનું શરૂ થશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે. જમીનમાં કરવામાં આવેલા રોકાણથી ફાયદો થશે. 

કુંભ
કુંભ રાશિના જાતકોને અનુરાધા નક્ષત્રમાં ત્રણ ગ્રહોના મિલનથી ખાસ ફાયદો મળશે. આ યુતિ જાતકો માટે શુભ સમાચાર લઈને આવશે. દાંપત્ય જીવન ખુશ રહેશે. પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ સ્થાપિત થશે. કુંભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે, જેનાથી તેના દરેક કાર્યો પૂરા થશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news