Lakshmi Narayan Yog: આ જાતકોને નોકરીમાં પ્રમોશન અપાવશે 'શુભ ગ્રહો'નું મિલન, ધનલાભનો બનશે યોગ

Budh Shukra Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક રાશિમાં બે ગ્રહોનું મિલન શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરે છે. તેવામાં તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. મહત્વનું છે કે ઓક્ટોબરમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

Lakshmi Narayan Yog: આ જાતકોને નોકરીમાં પ્રમોશન અપાવશે 'શુભ ગ્રહો'નું મિલન, ધનલાભનો બનશે યોગ

Lakshmi Narayan Yog Effect: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ પોતાના ચોક્કસ સમયે ગોચર કરે છે. મહત્વનું છે કે ઓક્ટોબરમાં બુધ અને શુક્ર ગ્રહ પોતાની રાશિથી નિકળી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. તેવામાં કન્યા રાશિમાં લક્ષ્મી-નારાયણ યોગનું નિર્માણ થશે. શાસ્ત્રોમાં આ યોગને અતિ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં લક્ષ્મી નારાયણ યોગનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ યોગ બનવાથી કેટલાક જાતકો પર મા લક્ષ્મીની કૃપા વરસે છે અને માતા લક્ષ્મીની કૃપાથી ધન-ધાન્યનો વરસાદ થાય છે. જાણો શુક્ર અને બુધની યુતિથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ કયાં જાતકો માટે લાભકારી રહેશે.

તુલા રાશિ
જ્યોતિશ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી-નારાયણ યોગ વિશેષ રૂપથી લાભકારી રહેવાનો છે. લક્ષ્મી નારાયણ યોગ તુલા રાશિના જાતકો માટે લક્કી સાબિત થશે. પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયમાં કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. સાથે સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. કરિયરમાં મોટી સિદ્ધિ મળશે. 

મકર રાશિ
મહત્વનું છે કે લક્ષ્મી નારાયણ યોગ મકર રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થશે. તો કામ-કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે નોકરી કરનાર જાતકોને પ્રમોશન સાથે પગારમાં વધારો મળી શકે છે. નવી નોકરીની ઓફર આવી શકે છે. આ સમયમાં વેપારીઓને સારો ધનલાભ થશે. કારોબારમાં વિસ્તાર થઈ શકે છે. બુધ-ગોચરથી આવકના નવા સ્ત્રોત બનશે. આ સમયે બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે.

કુંભ રાશિ
મહત્વનું છે કે લક્ષ્મી નારાયણ રાજયોગ કુંભ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. આ સમયે ભાગ્યનો સાથ મળશે. કરિયર અને વેપારમાં પ્રગતિ કરવાની નવી તક મળશે. આ સમયે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. નોકરી કરનાર જાતકોને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ મળશે. આ સાથે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. કામમાં સફળતા મળશે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news