કાલથી આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, એવો જબરદસ્ત ભાગ્યોદય થશે...વિરોધીઓ પણ ફફડશે!

Budh Asta 2023 Date: ધન, બુદ્ધિ, વેપાર, વાણી, સંવાદના કારક ગ્રહ બુધ આવતી કાલે 23 એપ્રિલના રોજ રાતે 11.58 વાગે મેષ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. અસ્ત થયેલો બુધ 3 રાશિવાળાનો ભાગ્યોદય કરાવશે. 

કાલથી આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, એવો જબરદસ્ત ભાગ્યોદય થશે...વિરોધીઓ પણ ફફડશે!

Mercury Combust 2023 in Gujarati: જ્યોતિષશાસ્ત્રમાં બુધને ધન, બુદ્ધિ, વાણી, વેપારનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં જો બુધ મજબૂત હોય તો જાતક તેજ દિમાગવાળો, સારો વક્તા, આર્થિક રીતે મજબૂત થાય છે. જો તે વેપારમાં જાય તો મોટો કારોબારી બને છે. આવતી કાલે 23મી એપ્રિલ 2023ના રાતે બુધ મેષ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. બુધનું અસ્ત થવું એ તમામ રાશિવાળા પર બુદ્ધિ, વાણી, કરિયર, આર્થિક સ્થિતિ પર શુભ અશુભ અસર પાડશે. જ્યારે 3 રાશિવાળાને તો ખુબ જ લાભ કરાવશે. 

બુધ અસ્ત થઈને આ રાશિવાળાના નસીબ આડેથી પાંદડું હટાવી દેશે. 

મેષ
બુધ ગ્રહ મેષ રાશિમાં જ અસ્ત થવા જઈ રહ્યો છે આથી આ રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ જાતકોને કરિયરમાં ઉન્નતિ મળશે. વેપાર વધશે અને નવી તકો મળશે. જો તમે આ તકોનો ફાયદો ઉઠાવવામાં સફળ રહેશો તો તગડો લાભ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. 

મિથુન રાશિ
બુધ ગ્રહ મિથુન રાશિનો સ્વામી છે અને હંમેશા આ રાશિને લાભ કરાવે છે. બુધ અસ્ત થઈને પણ મિથુન રાશિના લોકોને લાભ કરાવશે. આ જાતકોને દરેક કામમાં સફળતા મળશે. કરિયરમાં મોટી સફળતા મળશે. ધન લાભ થશે. કોઈ મોટી તક હાથમાં આવી શકે છે. વેપાર કરનારા પોતાના સ્પર્ધકોને આકરી ટક્કર આપશે અને સફળતા મેળવશે. બુદ્ધિમત્તા અને વાણીથી લાભ મેળવશો. 

કન્યા રાશિ
કન્યા રાશિવાળાને અસ્ત બુધ માન સન્માન, પ્રતિષ્ઠા અપાવશે. જો તમારે આકરી મહેનત કરવી પડે તો જરૂર કરો. કારણ કે તમને તેના સારા પરિણામ મળશે. રોકાણથી લાભ થશે. સમજી વિચારીને કરાયેલું જોખમભર્યું રોકાણ પણ લાભ કરાવી શકે છે. કામકાજ સારું ચાલશે. તમે તમારી વાણીના દમ પર કામ કરી લેશો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news