Budh Asta 2024: 1 મે સુધી સંભાળીને નોકરી-વેપાર કરે આ 5 રાશિના લોકો, બુધ ગ્રહના અસ્ત થવાથી વધશે મુશ્કેલીઓ
Budh Asta 2024: 4 એપ્રિલે સવારે 10.36 કલાકે મેષ રાશિમાં બુધ અસ્ત થશે અને ત્યાર પછી 1 મે 2024 ના રોજ સવારે 4.38 મિનિટે બુધનો ઉદય થશે. અસ્થ થયા પછીના 26 દિવસ 5 રાશિના લોકોને કારકિર્દીમાં મુશ્કેલી ભર્યા સાબિત થશે. તેથી આ રાશીએ સંભાળીને રહેવું.
Trending Photos
Budh Asta 2024: ગ્રહોનું રાશિ પરિવર્તન જે રીતે દરેક રાશિને અસર કરે છે તે રીતે જ્યારે ગ્રહની ચાલ બદલાય છે અથવા તો ગ્રહનો ઉદય થાય છે કે અસ્ત થાય છે તો પણ તે મહત્વની ઘટના હોય છે. આ ક્રમમાં બુદ્ધિ, વેપાર, વાણીનો કારક ગ્રહ બુધ 2 એપ્રિલે વક્રી થયા પછી 4 એપ્રિલે મેષ રાશિમાં અસ્ત થશે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું અસ્ત થવું અશુભ માનવામાં આવે છે. ગ્રહના અસ્ત થવાથી તેની શક્તિ ઘટી જાય છે અને તે અશુભ ફળ દેવા લાગે છે.
જોકે અસ્ત ગ્રહ પણ કેટલીક રાશિને શુભ ફળ પણ આપી શકે છે. બુધ ગ્રહનું મેષ રાશિમાં અસ્ત થવું 12 રાશિના લોકો પર શુભ અશુભ અસર કરશે. 4 એપ્રિલે સવારે 10.36 કલાકે મેષ રાશિમાં બુધ અસ્ત થશે અને ત્યાર પછી 1 મે 2024 ના રોજ સવારે 4.38 મિનિટે બુધનો ઉદય થશે. અસ્થ થયા પછીના 26 દિવસ 5 રાશિના લોકોને કારકિર્દીમાં મુશ્કેલી ભર્યા સાબિત થશે. તેથી આ રાશીએ સંભાળીને રહેવું.
બુધના અસ્ત થવાથી 5 રાશિ પર થશે નકારાત્મક અસર
મેષ રાશિ - બુધ ગ્રહ મેષ રાશિમાં જ અસ્ત થશે તેથી આ રાશિના લોકોને કારકિર્દીમાં સમસ્યા આવી શકે છે. નોકરી વેપારની બાબતમાં મોટો નિર્ણય લેવો ભારે પડી શકે છે. આ સમય દરમિયાન નવા નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ નિર્ણય સમજદારી પૂર્વક લેવો.
મિથુન રાશિ - નોકરી કરતા લોકોને કામનું ભારણ વધારે રહેશે. માનસિક સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે. નકારાત્મકતા મન પર હાવી રહી શકે છે. આત્મવિશ્વાસ ઘટી જશે. મનમાં દુવિધા રહેશે. સમસ્યાઓમાં ગૂંચવાયેલા રહેશો.
કન્યા રાશિ - કામકાજને લઈને પડકારજનક સ્થિતિ રહેશે. એકાગ્રતા અને યાદશક્તિ પર અસર થશે. નકારાત્મક વિચાર આવશે. કારકિર્દીમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન મનોબળ મજબૂત રાખવું. સફળતા મળશે.
વૃશ્ચિક રાશિ - ઓફિસમાં વિવાદ કરવાનું ટાળો. નોકરી બિઝનેસને લઈને મહત્વના નિર્ણય હાલ ન લેવા. કોઈ એવું કામ ન કરો જના કારણે કાયદાકીય દંડ ભોગવવો પડે. કામનું પ્રેશર રહેશે. ઉતાવળમાં નિર્ણય ન કરવો.
ધન રાશિ - આત્મવિશ્વાસનો અભાવ રહેશે. જે કામ પુરા કરવા હાથમાં લેશો તેમાં સમસ્યા આવી શકે છે. ઓફિસમાં વાદ-વિવાદ અને પોલિટિક્સ વધી શકે છે. માનસિક અશાંતિ અને તણાવ રહેશે. કામનું પ્રેશર અનુભવાશે. પડકાર જનક સ્થિતિમાં મગજ શાંત રાખવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે