Budh Gochar 2024: 26 નવેમ્બર સુધી 3 રાશિઓની ચાંદી જ ચાંદી, વક્રી બુધ ડબલ ગોચર કરી કરાવશે મોટો આર્થિક લાભ

Budh Gochar 2024: નવેમ્બર મહિનામાં બુધ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે અને એક વખત વક્રી થશે. જેના કારણે મિથુન રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર થશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. 

Budh Gochar 2024: 26 નવેમ્બર સુધી 3 રાશિઓની ચાંદી જ ચાંદી, વક્રી બુધ ડબલ ગોચર કરી કરાવશે મોટો આર્થિક લાભ

Budh Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહનો વિશેષ સ્થાન છે. બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર પણ કહેવાય છે. બુધ ગૃહ જ્યારે રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ 12 રાશિઓના લોકોના જીવન પર પણ પડે છે. બુધ ગ્રહ સંચાર, વાણી, બુદ્ધિ, વેપાર અને મિત્રનો નિયંત્રક ગ્રહ છે. 

પંચાંગ અનુસાર 1 નવેમ્બર 2024 ના રોજ બુધ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરી અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યાર પછી 11 નવેમ્બરે સવારે 6 કલાક અને 29 મિનિટે બુધ અનુરાધા નક્ષત્રમાંથી જેષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 26 નવેમ્બરે બુધ વક્રી થશે. બુધની ચાલમાં થનાર આ ફેરફારથી ત્રણ રાશીના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. 

Add Zee News as a Preferred Source

મિથુન રાશિ 

નવેમ્બર મહિનામાં બુધ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે અને એક વખત વક્રી થશે. જેના કારણે મિથુન રાશિના લોકોના જીવન પર સકારાત્મક અસર થશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષમતા વધશે. વેપારીઓને ધન કમાવવાની તકો મળશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. 

સિંહ રાશિ 

સિંહ રાશીના લોકો પર બુધ ગ્રહની વિશેષ કૃપા થશે. આ રાશિના લોકોના અટકેલા કામ પુરા થશે. નોકરી કરતા લોકોનું કરિયર ચમકશે. આવકમાં વધારો થવાના યોગ. વેપારીઓનો નફો વધશે. આર્થિક સ્થિતિ સુધરશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. માનસિક શાંતિ વધશે. 

કુંભ રાશિ 

ગ્રહોના રાજકુમાર કુંભ રાશિ માટે પણ શુભ સાબિત થશે. સંપત્તિમાં રોકાણ કરવાથી લાભ થશે. વેપારીઓ માટે સમય લાભકારક. ભવિષ્યમાં અપાર લાભ થવાની સંભાવના. આર્થિક લાભ ના કારણે વેપારીઓનું કરજ દૂર થશે. માનસિક શાંતિ વધશે. વૈવાહિક જીવન સુખમય રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news