ભૂકંપથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, અત્યાર સુધીમાં 9ના મોત અને 100થી વધુ ઘાયલ
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 9 પર પહોંચી ગયો છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ આંકડો વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8ની નોંધાઈ.
Trending Photos
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 9 પર પહોંચી ગયો છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ આંકડો વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8ની નોંધાઈ.
પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, ક્વેટા, કોહાટ, લક્કી મરવાત, સહિત દેશના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદર પટેલે હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે.
યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રાજધાની દિલ્હી સહિત ભારત અને અફઘાનિસ્તાનના અનેક ભાગમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દુકુશ ક્ષેત્ર હતું. રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક ઘરની દીવાલ પડવાથી એક જ પરિવારના પાંચ સભ્યો ઘાયલ તા. પાકિસ્તાનના કેટલાક ભાગોમાં આંચકા એટલા શક્તિશાળી હતા કે લોકો દહેશતમાં ઘરની બહાર નીકળી ગયા.
એક સમયે પ્રેમથી ડરતા હતા અને હવે 92 વર્ષની ઉંમરે કરશે પાંચમા લગ્ન
Photos: આ 5 હોલીવૂડ સ્ટાર્સની સવાર જ પડે છે યોગથી, એમ જ નથી જળવાતું મદમસ્ત ફીગર
આટલી સુંદર મહિલાને ડેટિંગ માટે નથી મળતો પુરુષ, લીધો એડલ્ટ કન્ટેન્ટનો સહારો
પાકિસ્તાનના પેશાવર, સ્વાબી, લોધરાન, ડીજી ખાન, બહાવલપુર, કોહાટ, ટોબા ટેક સિંહ, નૌશેરા, અને ખાનેવાલમાં પણ આફ્ટરશોક મહેસૂસ થયા. અત્રે જણાવવાનુંકે મંગળવારે મોડી રાતે પાકિસ્તાન ઉપરાંત ભારત, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ચીન અને કિર્ગિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories