Dhanteras 2023: ઘરની આ દિશામાં કરવો યમ દીવો, જાણો દીવો કરવાની સાચી રીત અને પૂજાનું મુહૂર્ત

Dhanteras 2023: ધનતેરસના દિવસે શુભ સમયે ઘરમાં નવી વસ્તુઓ લાવવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. આ દિવસે ભગવાન કુબેર, માતા લક્ષ્મી અને ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. અને સાથે જ ઘરમાં યમનો દીવો પ્રગટાવવામાં આવે છે.

Dhanteras 2023: ઘરની આ દિશામાં કરવો યમ દીવો, જાણો દીવો કરવાની સાચી રીત અને પૂજાનું મુહૂર્ત

Dhanteras 2023: હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું ખૂબ મહત્વ છે. જ્યારે ભગવાન શ્રીરામ વનવાસ પુરો કરી અયોધ્યા આવ્યા ત્યારે દીવા કરી તેમનું સ્વાગત કરી દિવાળી ઉજવવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ધનતેરસના દિવસથી દિવાળીની શરૂઆત થાય છે. આ દિવસે શુભ સમયે ઘરમાં નવી વસ્તુઓ લાવવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે. આ દિવસે ભગવાન કુબેર, માતા લક્ષ્મી અને ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. અને સાથે જ ઘરમાં યમનો દીવો પ્રગટાવવામાં આવે છે.

ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમની પૂજા કરવાની પણ પરંપરા છે. આ દિવસે સાંજે ઘરમાં યમનો દીવો પ્રગટાવવામાં આવે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે ધનતેરસ પર ક્યારેય અને ક્યાં યમનો દીવો કરવો જોઈએ.

યમનો દીવો કરવાનું કારણ

ધનતેરસના દિવસે ભગવાન કુબેર ઉપરાંત યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે યમરાજને પ્રસન્ન કરવા માટે શુભ મુહૂર્તમાં ચારમુખી દીવો ઘરની પાછળ રાખવામાં આવે છે.

યમનો દીવો કરવાની દિશા 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યમનો દીવો ઘરની દક્ષિણ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. યમરાજને દક્ષિણ દિશાનો સ્વામી માનવામાં આવે છે. તેથી દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી યમરાજ પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. 

યમનો દીવો કરવાનો સમય

ધનતેરસની પૂજાનો સમય 1 કલાક અને 56 મિનિટનો હશે. જેમાં નવી વસ્તુઓની ખરીદી માટે શુભ સમય 5.46 કલાકથી 7.42 કલાક સુધી રહેશે. જેમાં પ્રદોષ કાળ સવારે 5.29 થી 8.07 મિનિટ સુધી રહેશે. જેમાં વૃષભ કાળ 5.46થી 7.42 મિનિટ સુધી હશે જેમાં યમનો દીવો કરવાનો રહેશે.

આ રીતે કરો યમનો દીવો 

આ દીવો લોટમાંથી તૈયાર કરવાનો જેમાં ચાર બાજુનો દીવો કરવાનો હોય છે. દીવામાં તેમાં વાટ મૂકો અને સરસવનું તેલ તેમાં ભરો. હવે દીવા કરી અને તેને ઘરની દક્ષિણ દિશામાં રાખો. દીવો મૂક્યા પછી તેની તરફ પાછું ફરીને ન જોવું. દીવો મુક્યા પછી સીધા ઘરે જતા રહેવું. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news