Belly Fat દુર કરવા અપનાવો આ સરળ ઉપાય, 15 દિવસમાં ફેટમાંથી ફીટ થઈ જશો

Weight Loss Tips: પેટની ચરબી વધવાની સમસ્યા મહિલાઓમાં સૌથી વધુ હોય છે. વધેલી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી તે મહિલાઓ માટે મોટો પ્રશ્ન હોય છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે તમને એવી સરળ ટીપ્સ જણાવીએ તેને અજમાવીને તમે પેટની ચરબીથી છુટકારો મેળવી શકો છો.
 

Belly Fat દુર કરવા અપનાવો આ સરળ ઉપાય, 15 દિવસમાં ફેટમાંથી ફીટ થઈ જશો

Weight Loss Tips: આજકાલ દર બીજી વ્યક્તિ વધેલા વજન અને વધેલી પેટની ચરબીની સમસ્યાથી પરેશાન છે. ખાસ કરીને બેલી ફેટ એટલે કે પેટ અને કમરની ચરબી મોટાભાગના લોકોની સમસ્યા હોય છે. બેલી ફેટ ખરાબ જીવનશૈલીના કારણે વધે છે. પેટની આસપાસની ચરબી શરીરનો આકાર અને દેખાવ પણ બગાડે છે. પેટની ચરબી વધવાની સમસ્યા મહિલાઓમાં સૌથી વધુ હોય છે. વધેલી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી તે મહિલાઓ માટે મોટો પ્રશ્ન હોય છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે તમને એવી સરળ ટીપ્સ જણાવીએ તેને અજમાવીને તમે પેટની ચરબીથી છુટકારો મેળવી શકો છો.

આ રીતે દુર કરો પેટની ચરબી
 
ગરમ પાણી પીવું

ગરમ પાણી પીવાથી તમે સરળતાથી પેટની ચરબીથી છુટકારો મેળવી શકો છો. સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું પાણી પીવાનો પ્રયાસ કરો. જો શક્ય હોય તો દિવસભર હૂંફાળું પાણી પીવું જોઈએ. આમ કરવાથી વધારે કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.  

કસરત કરો

વજન ઘટાડવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. તમે જીમમાં જઈને કસરત કરી શકો છો અથવા યોગ કરીને તમારા શરીરને ફિટ રાખી શકો છો.  

પુરતી ઊંઘ કરવી

વજન ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે કે તમે પુરતો આરામ પણ કરો. નિયમિત રીતે 8 કલાક ઊંઘ થાય તે વાતનું ધ્યાન રાખો.

પ્રોટીનયુક્ત આહાર 

ડાયટમાં પ્રોટીનયુક્ત આહાર લેવાનું રાખવું જોઈએ. વજન ઘટાડવા માટે સંતુલિત આહાર લેવો જેમાં રોટલી, ભાત, સલાડ વગેરેનો સમાવેશ કરો. 

હર્બલ ટી

જમ્યા પછી દરરોજ હર્બલ ટી પીવાનું રાખો. આમ કરવાથી ખોરાકના પાચનમાં મદદ મળે છે અને કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news