દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં ચૂક, મંદિરમાં ચલણી નોટો ઉડાવતા લોકો દેખાયા
વારંવાર આવા ઉત્સવો સમયે અને હંમેશા મીડિયાને મનાઈ ફરમાવી દેતું તંત્ર આવા સમયે મોન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં નોટો ઉડાળવાના વીડિયો હંમેશા વાયરલ થતાં રહે છે, ત્યારે તેની જવાબદારી કોની?
Trending Photos
ઝી બ્યુરો/દેવભૂમિદ્વારકા: દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાને લઈ મોટી ચૂક સામે આવી છે. દ્વારકા મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે પરંતુ એક વીડિયો વાયરલ થયો છે, જેના કારણે વિવાદ વકર્યો છે. દ્વારકાધીશ જગત મંદિરે ભગવાનની સન્મુખ ડાયરાની જેમ પુજારીઓ અને યજમાનો દ્વારા નોટો ઉડાળવાનાં વીડિયો વાયરલ થયો છે.
આ પ્રકારનાં વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં કૃષ્ણ ભકતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. દ્વારકાધીશ જગત મંદિરે VIP કલચર વધતા આમ દર્શન કરવા આવતા ભક્તો હેરાન થતાં હોય છે. સામાન્ય ભક્તો માટે મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છે, ત્યારે પોલીસ અને ગાડૅઝની હાજરીથી મંદિરની સુરક્ષાનું શું? વારંવાર આવા ઉત્સવો સમયે અને હંમેશા મીડિયાને મનાઈ ફરમાવી દેતું તંત્ર આવા સમયે મોન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં નોટો ઉડાળવાના વીડિયો હંમેશા વાયરલ થતાં રહે છે, ત્યારે તેની જવાબદારી કોની?
શું બની હતી સમગ્ર ઘટના?
તમને જણાવી દઈએ કે, દ્વારકા મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે, તેમ છતાં અંદરનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, મંદિરમાં કેટલાક શખ્સોએ ભગવાન દ્વારકાધીશ પર ચલણી નોટ ઉડાવતા જોવા મળી રહ્યાં છે તેમજ ઘણા બધા લોકો મોબાઇલ પર વીડિયો ઉતારતા હોય તેવા પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે.
આ વીડિયોને કેટલાક લોકો દ્વારકાધીશનું અપમાન માની રહ્યાં છે અને આ ઘટનાથી કૃષ્ણ ભક્તોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે ચલણી નોટ ઉડાવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે. સુરક્ષાની દ્રષ્ટિએ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે ત્યારે મોબાઇલ કેવી રીતે લઇ જવા દેવાયો તે સૌથી મોટો સવાલ છે અને આ તમામ લોકો સામે કાર્યવાહી થશે કે કેમ તો સૌથી મોટો સવાલ છે.
તપાસના આદેશ અપાયા
દ્વારકાના જગત મંદિરનો વિડીયો વાયરલ બાબતે ઇન્ચાર્જ કલેક્ટર એસ.ડી.ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, દ્રારકાધીશ જગત મંદિરમાં લોકો નોટો ઉડાળવાનાં વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો અંગે ઇન્ચાર્જ કલેકટરે તપાસના આદેશ આપ્યાં છે. મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છતાં વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. આવનારા દિવસોમાં ફરી ઘટના ન બને તે માટે મંદિરના વહીવટદારને કડક કાર્યવાહીના આદેશ આપ્યો છે. આ સાથે જ વહીવટી તંત્ર હરકતામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે