Mor pankh Totke: ઘરમાં આ જગ્યાએ રાખશો મોરનું પીંછું તો ક્યારેક ખાલી નહીં થાય તિજોરી
Mor pankh Totke: જે ઘરમાં મોર પંખ હોય છે ત્યાંથી દુર્ભાગ્ય દુર થાય છે. મોરના પીંછાનું વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વ છે. તેને ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. એટલું જ નહીં કુંડલીમાં ગ્રહોની દશા પણ સુધરે છે.
Trending Photos
Mor pankh Totke: જ્યોતિષશાસ્ત્રમાં મોરના પીછાનું ખૂબ જ મહત્વ છે. તેને નવગ્રહનું પ્રતીક પણ કહેવાય છે. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. જે ઘરમાં મોર પંખ હોય છે ત્યાંથી દુર્ભાગ્ય દુર થાય છે. મોરના પીંછાનું વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વ છે. તેને ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. એટલું જ નહીં કુંડલીમાં ગ્રહોની દશા પણ સુધરે છે. ઘરમાં મોરનું પીછું ખાસ જગ્યાએ રાખવાથી ઘરની ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
આ પણ વાંચો:
મોરનું પીછું રાખવાના ફાયદા
1. ઘરમાં મોરનું પીછું રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા વધે છે.
2. જે વ્યક્તિની કુંડલીમાં રાહુ દોષ હોય છે તેમને પોતાના ખિસ્સામાં અથવા તો ડાયરીમાં મોરનું પીછું રાખવું જોઈએ.
3. ઘરના મુખ્ય દરવાજામાં જો વાસ્તુદોષ હોય એટલે કે મુખ્ય દરવાજો વાસ્તુ અનુસાર ન હોય તો મુખ્ય દરવાજા પર ત્રણ મોર ના પીછા લગાડો. સાથે જ ભગવાન ગણેશની તસ્વીર લગાડો.
4. જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય અને દાંપત્ય જીવન સુખી ન હોય તો બેડરૂમમાં બોર્ડનું પીછું રાખવું જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.
5. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મોરનું પીછું હંમેશા પોતાની સાથે રાખવું જોઈએ તેનાથી કાર્યોમાં સફળતા મેળવવામાં મદદ મળે છે.
6. જો કોઈ વ્યક્તિને વારંવાર ખરાબ સપના આવતા હોય તો ઓશીકા નીચે મોરનું પીછું રાખવું જોઈએ તેનાથી આવા સપના આવવાનું બંધ થશે.
7. મોરનું પીછું ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવાથી હંમેશા બરકત રહે છે. તેનાથી ઘરમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે