Gupt Navratri 2024: આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, જાણો આ 9 દિવસનું મહત્વ અને કઈ વાતોનું રાખવું ધ્યાન

Gupt Navratri 2024: ગુપ્ત નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે શુભ હોય છે. આ નવ દિવસ દરમિયાન તમે ગુપ્ત રીતે દેવીની પૂજા કરી ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. જે લોકો નવ દિવસ સુધી માં દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરે છે તેમના જીવનના કષ્ટ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે.

Gupt Navratri 2024: આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, જાણો આ 9 દિવસનું મહત્વ અને કઈ વાતોનું રાખવું ધ્યાન

Gupt Navratri 2024:હિન્દુ ધર્મમાં ઘણા બધા તહેવારો વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે. આવો જ એક પર્વ છે નવરાત્રી. વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે જેમાં શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી અને સાથે જ બે ગુપ્ત નવરાત્રી હોય છે. બધી જ નવરાત્રી દરમિયાન નવ દિવસ જગત જનની માં દુર્ગાની પૂજા કરવાનું વિધાન છે. જેમાં આજથી મહા મહિનો શરૂ થયો છે અને સાથે જ મહા મહિનાની ગુપ્ત નવરાત્રીની શરૂઆત થઈ છે. 
 
વર્ષ 2024 ની પહેલી ગુપ્ત નવરાત્રી 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે અને તેનું સમાપન 18 ફેબ્રુઆરીએ થશે. 10 ફેબ્રુઆરીએ સવારે ચાર કલાક અને 28 મિનિટથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો છે. 11 ફેબ્રુઆરી રાત્રે 12 કલાક અને 47 મિનિટ સુધી પ્રતિપદા તિથિ રહેશે.

ગુપ્ત નવરાત્રીનું મહત્વ

ગુપ્ત નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે શુભ હોય છે. આ નવ દિવસ દરમિયાન તમે ગુપ્ત રીતે દેવીની પૂજા કરી ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. જે લોકો નવ દિવસ સુધી માં દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરે છે તેમના જીવનના કષ્ટ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. પૂજા પાઠ કરવાની સાથે આ નવ દિવસ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો માં દુર્ગા નારાજ થાય છે. તો ચાલો તમને જણાવીએ ગુપ્ત નવરાત્રી દરમિયાન શું ન કરવું.

ગુપ્ત નવરાત્રી દરમિયાન ન કરો આ કામ

- ગુપ્ત નવરાત્રીના નવ દિવસ ખૂબ જ પવિત્ર હોય છે આ દિવસો દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજન, માંસ, મદિરાનું સેવન કે પછી ડુંગળી લસણનું સેવન ન કરો. 

- ગુપ્ત નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારના નકારાત્મક વિચાર અને ભાવનાઓથી બચો. આ દિવસે દરમ્યાન કોઈ સાથે વિવાદ ન કરો કે ક્રોધિત ન થાવ. સાથે જ કોઈ વ્યક્તિની બુરાઈ પણ ન કરો.

- ગુપ્ત નવરાત્રીના નવ દિવસ દરમિયાન ઘરને સ્વચ્છ રાખો કોઈ પણ પ્રકારની ગંદકી હોય તો તેને ઘરથી બહાર કરો. ગંદકી હોય છે ત્યાં માં દુર્ગા વાસ કરતા નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news