તમે સાંભળી કે નહિ મોરબીની આ ઘટના, રીલ્સની ઘેલછામાં સગીર બાળકોએ કર્યો બાઈકના જોખમી સ્ટંટ
સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ ઉપર વ્યુઅર્સની સંખ્યા વધારવા માટે ઘણી વખત રીલ્સ બનાવતા સમયે યુવક યુવતીઓ પોતાના જીવને જોખમમાં મુકતા પણ અચકાતા નથી તેવું જોવા મળતું હોય છે.
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: રિલ્સ બનાવવા માટે થઈને ઘણી વખત બાળકો તેમજ યુવક-યુવતીઓ સહિતના લોકો પોતાના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે આવા જ વિડીયો સોશિયલ મીડિયામાં મોરબી જિલ્લામાં વાયરલ થયા છે. જેથી કરીને હાલમાં પોલીસ હરકતમાં આવી છે અને બાઈક તેમજ સ્કૂટરના જોખમી સ્ટંટ કરતાં બાળકો તેમજ યુવાનો દેખાઈ રહ્યા છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ક્રેઝ બાળકો, યુવાનો અને યુવતીઓમાં જોવા મળતો હોય છે અને સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ ઉપર વ્યુઅર્સની સંખ્યા વધારવા માટે ઘણી વખત રીલ્સ બનાવતા સમયે યુવક યુવતીઓ પોતાના જીવને જોખમમાં મુકતા પણ અચકાતા નથી તેવું જોવા મળતું હોય છે.
આવો જ ઘાટ મોરબી જિલ્લામાં પણ જોવા મળ્યો છે અને મોરબી જિલ્લામાં આવતા હળવદ અને માળિયા તાલુકા વિસ્તારના જુદા જુદા ચાર વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને તેમાં બુલેટ લઈને બાળક રસ્તા ઉપર છુટા હાથે જઈ રહ્યો હોય તે પ્રકારનો વિડીયો, બાઈકના આગળના ઊંચું કરીને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતના વિડીયો દેખાઈ છે અને આ વિડીયો અમદાવાદ કચ્છ હાઇવે ઉપર તથા હળવદ શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર પાસે બનાવવામાં આવ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વ્યુઅર્સ વધારવા માટે મૂકવામાં આવેલ છે તેવું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.
જોકે આ વિડીયો પોલીસના ધ્યાન ઉપર આવતાની સાથે જ જોખમી રીતે બાઈક અને સ્કૂટરના સ્ટંટ કરનારા બાળકો સહિતનાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે અને હળવદ તથા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં બાઈકના સ્ટંટ કરનારાઓ સામે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને અધિકારી દ્વારા સૂચના આપવામાં આવ્યું જાણવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે