રામનવમી પર ગુરૂ બદલશે ચાલ, 4 જાતકોને થશે બમ્પર લાભ, રાજા સમાન જીવશે જીવન

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે ગ્રહ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. રામનવમીના દિવસે ગુરૂ નક્ષત્ર પરિવર્તન કરી કેટલાક જાતકોને શુભ ફળ આપશે. 
 

રામનવમી પર ગુરૂ બદલશે ચાલ, 4 જાતકોને થશે બમ્પર લાભ, રાજા સમાન જીવશે જીવન

Guru NakshatraParivartan: આ વર્ષે 17 એપ્રિલે રામનવમીની ઉજવણી કરવામાં આવશે. વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે રામનવમીના અવસર પર ગ્રહોનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ દિવસે રવિ યોગ, અશ્લેષા નક્ષત્રની સાથે દેવગુરૂ બૃહસ્પતિ પણ નક્ષત્ર પરિવર્તન કરશે અને બપોરે 2 કલાક 57 મિનિટ પર ભરણી નક્ષત્રથી કૃતિકા નક્ષત્રમાં ગોચર કરશે. શ્રીરામના જન્મોત્સવના પાવન પર્વ પર ગ્રહોના આ શુભ સંયોગથી કેટલાક જાતકોને જોરદાર લાભ થશે. જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. આવો જાણીએ રામનવમીની લકી રાશિઓ વિશે..

મેષ રાશિ
આર્થિક પક્ષ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન સંભવ છે. જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે. સમાજમાં માન-સન્માન વધશે. લગ્ન નક્કી થઈ શકે છે. ઘરમાં ઉત્સવનો માહોલ હશે. 

સિંહ રાશિ
રામનવમીનો દિવસ સિંહ રાશિના જાતકો માટે સુખ-સૌભાગ્ય લાવશે. તમારા દરેક સપના સાકાર થશે. કરિયરમાં નવી સિદ્ધિઓ હાસિલ થશે. નોકરી શોધી રહ્યાં હોવ તો તે સપનું પૂરુ થશે. કામમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે.

તુલા રાશિ
રામનવમીથી તમને આવક વધારવાની ઘણી તક મળશે. કરિયર સાથે જોડાયેલા શુભ સમાચાર મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. બધા કાર્યો કોઈ મુશ્કેલી વગર સંપન્ન થશે. 

વૃશ્ચિક રાશિ
શત્રુ પરાજીત થશે. સંતાન પક્ષથી  શુભ સમાચાર મળશે. સફળતાનો માર્ગ આસાન થશે. લગ્ન જીવન સુખમય રહેશે. પરિવારજનો સાથે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. જૂના રોકાણથી સારૂ રિટર્ન મળશે. ધન-સંપત્તિમાં વધારો થશે. 

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news