શક્તિસિંહ ગોહિલનો બળતામાં ઘી હોમવાનો પ્રયાસ! 'કોઈ અહંકારથી માફીનું નાટક કરે તો માફ ના જ કરાય'

Loksabha Election 2024: રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે કોઈ ગુનો કરે, અહંકારથી માફીનું નાટક કરે તો માફ ન કરાય. રૂપાલાએ જે રીતે માફી માગી છે તે રીતે માફ ન કરવા જોઈએ.

શક્તિસિંહ ગોહિલનો બળતામાં ઘી હોમવાનો પ્રયાસ! 'કોઈ અહંકારથી માફીનું નાટક કરે તો માફ ના જ કરાય'

Loksabha Election 2024: ક્ષત્રિયો અને રૂપાલા વિવાદમાં હાલ સૌથી વધારે જો કોઈને ફાયદો થઈ રહ્યો હોય તો તે કોંગ્રેસ છે. કોંગ્રેસને જાણે આ આંદોલનથી બગાસું ખાતા પતાસુ મળી ગયું છે. તેથી કોંગ્રેસ પાર્ટી જ્યાં તક મળે ત્યાં મોકો છોડતી નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બળતા પર ઘી હોમવાનો પ્રયાસ કરતાં કહ્યું કે, કોઈ ગુનો કરે, અહંકારથી માફીનું નાટક કરે તો માફ ન કરાય. રૂપાલાએ જે રીતે માફી માગી છે તે રીતે માફ ન કરવા જોઈએ.

કોઇ રાજા રજવાડાએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો: શક્તિસિંહ
રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે કોઇ વ્યક્તિ ભુલ કરે પસ્તાવા સાથે દિલથી માફી માંગે તો તેને સમાજ કે વ્યક્તિ માફ કરે. રૂપાલાની જેમ માંગેલી માફીની જેમ નહી. જો કોઇ ગુન્હો કરે અને પછી અહંકારથી માફીનું નાટક કરે તો કોઇ માફ ન કરે. દેશના અને સંસ્કૃતિના રક્ષણ માટે તમામ જ્ઞાતિના રાજા રજવાડાઓએ હતા. કોઇ રાજા રજવાડાએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો, છતાં રૂપાલાએ વાણી વિલાસ કરી રોટી બેટીનો વ્યવહાર કરતા હોવાનું નિવેદન કર્યુ હતું. આ નિવેદનથી કોઇ એક જ્ઞાતી નહીં દેશની દિકરીઓનું અપમાન થયું છે. રોષ ઉભો થયા બાદ રૂપાલાએ દેશની તમામ દિકરીઓની માફી માંગવી જોઇએ. 

ભાજપે જે અહંકાર દાખવ્યો તે દુ:ખદ
તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ રાજકીય પક્ષ તરીકે સક્રિય થવુ જોઇએ. જોકે બંને માંથી કંઇ પણ ન થયું ભાજપે તેમના એક નેતાને ત્યાં સંમેલન બોલાવ્યું, જ્યાં રૂપાલાએ માફી માંગતા કહ્યું કે હું જે બોલું છું તેની ક્યારેય માંફી માંગતો નથી, પણ જો પક્ષને નુકસાન થતું હોય તો માંફી માંગુ છું. શું આ માફી કહેવાય? જે સમાજના કાર્યક્રમમાં ગયા હતા તે સમાજના કાર્યકમ કામનો જ ન હતો, તેમ કહી દલિત સમાજનું અપમાન પણ કર્યું હતું. ભાજપે જે અહંકાર દાખવ્યો તે દુ:ખદ. 

ઇરાદા પુર્વક હાથ મારી પાઘડી અને આબરૂ પાડી શાસક હોવાનું દર્શાવ્યું: શક્તિસિંહ 
ગોહિલે જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીની કેટલીક જવાબદારીઓ હોય. રૂપાલાએ દેશની મા બેહન દિકરીનું અપમાન કર્યુ, એ ગંભીર ભુલ ગણી ભાજપે ટીકીટ રદ કરવાની જરૂર હતી. પરંતુ ભાજપે અહંકાર દાખવી સમાજને તોડવા અને ભાગલા પાડવાનું કામ કર્યું. જે સામે કેસ છે તેમને મજબુર કરી કમલમમાં બોલાવી રૂપાલાના સમર્થનમાં નિવેદન કરાવ્યા. થયેલી ગંભીર ભુલ સંદર્ભે રાજકીય પક્ષને શક્શ બંનેએ માફી માંગવી જોઈતી હતી. જ્યારે કોઇ આંદોલન થાય ત્યારે સરકાર વિવેક પુર્ણ વ્યવહારની ફરજ પાડવી જોઈએ. આજે આંદોલનકારીની પાઘડી પાડી તેની આબરૂ પડાઇ રહી છે. ઇરાદા પુર્વક હાથ મારી પાઘડી અને આબરૂ પાડી શાસક હોવાનું દર્શાવ્યું. અહંકાર તો સોનાની નગરીના રાવણનો પણ નહોતો ટક્યો, પોલીસ અધિકારી અને સામાજીક આગેવાનો દ્વારા હાલ ક્ષત્રિયો સમાજના લોકોને સમજાવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જો ભાજપે ટીકીટ રદ કરી હોત તો રાજકીય પક્ષ તરીકે જવાબદારી નિભાવ્યાનું કહી શકાત. પરંતુ ભાજપ આ કામમાં ઉણી ઉતરી છે. દિકરીઓનુ અપમાન કર્યું છે તેમ કહી ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાની ટીકીટ રદ કરવાની જરૂર હતી.

ભાજપ સમય ચુકી ગયુ, હવે પાણી વહી ગયા બાદ પાળ બાંધવાનો કોઇ મતલબ નથી!
તેમણે જણાવ્યું કે, રાજકોટમાં એક જ્ઞાતીનુ સંમેલન મળ્યું, જેમાં અઢારેય વર્ણનો સાથ અને સહકાર મળ્યો. ક્ષત્રિય ક્યારેય કોમ વાદી નથી બન્યો, સિધ્ધાંતવાદી બન્યો છે. હજારો લોકો વચ્ચે ટીટોડીના ઇંડાને પણ નુકસાન ન થાય તેની ચિંતા કરી છે. તમામ જ્ઞાતિના રાજા મહારાજાઓના ક્ષત્રિય સમાજના સંમેલનને સમર્થન મળ્યું. ભાજપનું સમાજમાં ભાગલા પાડવાનું કાવતરું નિષ્ફળ રહ્યું, સમાજ એકત્ર થયો. હવે ભાજપ હાઇકમાન્ડના શરણે જાય છે. આ આંદોલન કોઇ મુઠ્ઠીભર નેતાઓએ ઉભુ કરેલુ આંદોલન નથી. દેશની માં બહેન દિકરીઓનુ અપમાન થયા બાદ સ્વયંભુ ઉભુ થયેલુ આંદોલન છે. ભાજપને લાગે છે કે થોડા લોકો પાસે નિવેદન કરાવવાથી સમાજ માફ કરશે પણ ભાજપ ભ્રમમાં છે. આ સામાજિક આંદોલન છે ભાજપ સમય ચુકી ગયુ છે. પાણી વહી ગયા બાદ પાળ બાંધવાનો કોઇ મતલબ નથી. ભાજપે શરૂઆતમાં માફી માંગી ટીકીટ રદ કરી હોત તો તમારી શાખ વધત. ભુતકાળના આંદોલનને કચડી નાખ્યા બાદ પણ મત મળતાં ભાજપ અહંકારમાં આવી ગયું છે. દેશની જનતા આ અહંકારને નહીં ટકવા દે. વિનાશ કાળે વિપરીત બુદ્ધી.. ભાજપના હાથકંડા કામે નહીં લાગે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news